અરવલ્લી: ધનસુરામાં નરાધમે મિત્રની 4 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી કરી હત્યા, ઘટના બાદ પંથકમાં હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-31 17:50:48

અરવલ્લીના ધનસુરા પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે મિત્રતાના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે આ ઘટનામાં 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી નાખવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના એક ગામમાંથી ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પિતાના મિત્રએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી, આ ઘટના બાદ ગ્રામજનોએ આરોપીને પકડીને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટના બાદ પંથકમાં હાહાકાર મચી ગયો છે. લોકો હેવાન મિત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. 


શું છે સમગ્ર મામલો?


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિનોલ કેશરપુરા ગામમાં ચાર વર્ષની બાળકીને એક નરાધમ યુવકે પોતાની હવસનો શિકાર બનાવી હતી. ઘટના એવી છે કે, ધનસુરા તાલુકાના એક ગામમાં એક નરાધમે પોતાની મિત્રની ચાર વર્ષની બાળકી પર નજર બગાડી હતી, જ્યારે તેને મોકો મળ્યો તો તેને બાળકીને પોતાના ઘરમાં લઇ ગયો હતો, નરાધમની હેવાનિયત એટલી હદે દેખાઇ કે તેને ઘરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું, તેને બચકાં ભર્યા અને બાદમાં ઘરમાં જ તેની હત્યા કરી નાંખી હતી. બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતા હતા અને આરોપીના ઘરે રમવા જતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ તેના જ ઘરમાં ખાટલા ઉપરથી બાળકી નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્યએ પણ આ કેશ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે. આરોપીનું નામ જ્યંતિભાઈ અરખાભાઈ પરમાર હોવાનું ખુલ્યું છે. 


કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માગ


આ ઘટનાની જાણ ગામ લોકોને થઇ જતાં ગ્રામજનોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને બરાબરનો ફટકાર્યો હતો, બાદમાં આ બનાવની જાણ  થતા પોલીસ પણ દોડી આવી હતી. લોકોએ આરોપી જ્યંતિભાઈ અરખાભાઈ પરમારને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલમાં અરવલ્લી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધનસુરા પોલીસ સહિત ડી વાય એસ પી, એલ સી બી , એસ ઓ જી બાયડ સી પી આઇ સહિત ઉચ્ચપોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો આરોપી ને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. ઘટનાને લઈ લોકોએ પોલીસ સમક્ષ રોષ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે રીતસર હડકંપ મચી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્યએ પણ આ કેશ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?