અરવલ્લી- માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં, શું મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?


  • Published By :
  • Published Date : 2024-07-30 17:56:51

અનેક વખત આપણે રસ્તા પર ખાડા પડવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ, ભુવા પડવાની વાતો કરતા હોઈએ છીએ પરંતુ અરવલ્લીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચારવા મજબૂર કરી દે છે આવી રીતે તો આપણે વિશ્વગુરૂ કેવી રીતે બનીશું? અરવલ્લીમાં માલપુરના ફતેપુરાની પ્રાથમિક શાળામાં... ચાલુ શાળામાં છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ ડરના માહોલમાં જીવી રહ્યાં છે.... ભણશે તો પછી.. શું આવી રીતે ભણશે ગુજરાત..?

ગુજરાતને રોલ મોડલ બતાવવામાં આવે છે પરંતુ... 

વિશ્વગુરુ બનવાની આપણે વાતો કરી રહ્યાં છીએ.... પણ શાળાઓમાં ભણવા માટે ગુરુ નથી. શાળાઓની હાલત બદ્તર છે... ઓરડા નથી. છત નથી. છે તો પોપડા પડી રહ્યાં છે.... અથવા તો એકથી પાંચ કે એકથી આઠ ધોરણના બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે... આમ તો કેવી રીતે ભણશે ગુજરાત.... ગુજરાત રોલ મોડેલ છે આવી વાતોની વચ્ચે આ વરવી વાસ્તવિકતાઓ સામે આવે છે... જે સરકારની નીતિ પર સવાલ ઉભા કરે છે....

છતમાંથી પોપડા નીચે પડી રહ્યા છે અને...!

ગુજરાત સરકારના 'ભણશે ગુજરાત'ના સૂત્ર વચ્ચે રાજ્યની સરકારી શાળાઓના જર્જરિત હાલતે બાળકો-વાલીઓને ચિંતિત બનાવ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી ફતેપુરાની પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં આવેલા ભારે વરસાદના પગલે ચાલુ શાળાએ છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના ઓથાર હેઠળ છે. સ્કૂલની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈના માથા પર પ્લાસ્ટરના પોપડા પડી શકે છે, પરંતુ અન્ય કોઈ સુવિધા ન હોવાથી બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે.



જર્જરિત હાલતમાં જોવા મળી શાળા!

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં છે. સોમવારે રાત્રીએ વરસાદ પડતા સ્કૂલના ધાબાના ભાગ તૂટીને પડ્યો હતો. સ્કૂલનું ધાબુ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં છે. સરકારી શાળાની આવી જર્જરિત હાલત હોવા છતાં બાળકો ભણવા મજબૂર બન્યા છે. ઘણીવાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામની હજુય મંજૂરી મળી નથી. આશરે 6 વર્ષથી રીપેર કામ કરીને સ્કૂલ ચલાવવાં આવે છે. જો સંજોગવશ શાળાનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળકને હાની પહોંચે તો જવાબદારી કોની?



સદનસીબે જાનહાનિ ટળી પરંતુ 

હાલમાં ફતેપુરા ગામની આ પ્રાથમિક શાળાના વીડિયો એક જાગૃત નાગરિકે વાઈરલ કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે, જે ઓરડામાં બાળકોને ભણાવવામાં આવે છે ત્યાં જ છતમાંથી મોટા મોટા પ્લાસ્ટરના પોપડા નીચે ખર્યા છે. છતના સળિયા પણ બહાર આવી ગયા છે. જોકે ઘટના સમયે કોઈ બાળકને ઈજા ન થતા સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. પરંતુ ભવિષ્યમાં બાળકો તથા શિક્ષકોના જીવ આવી ઘટનામાં જોખમમાં મૂકાઈ શકે છે. 


વીડિયો વાયરલ થયા બાદ શું પગલા લેવામાં આવ્યા? 

રાજ્યમાં શિક્ષણને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સરકાર દ્વારા અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગ જ છે. પણ જો વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા શું કામના? જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ અને સરકાર આ મામલે હરકતમાં આવીને તાબડતોબ યોગ્ય પગલાં લે છે કેમ તે જોવાનું રહ્યું.. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.