Aravali Policeનો દાદાગીરી કરતો Video Viral! | આ પોલીસ નહિં હપ્તા ઉઘરાવતા ગુંડા છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 12:38:06

અમે દરરોજ એવો પ્રયત્ન કરીએ છીએ કે પોલીસનો સારો ચહેરો તમારા સુધી પહોંચે. પરંતુ જ્યારે જ્યારે અમે આવો સારો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એવા સમાચાર સામે આવતા હોય છે જે ખાખીને શર્મસાર કરતા હોય છે! ત્યારે ફરી એક વર્દીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે જેને જોઈ કહેવાય કે આ પોલીસવાળા નહીં પરંતુ વર્દી પહેરી હપ્તા ઉઘરાવતા ગુંડા છે! અરવલ્લીથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં અરવલ્લી પોલીસ તોડ કરી રહી છે!  અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. 

રી એક વખત ખાખી વર્દી થઈ શર્મસાર!

ગુજરાત પોલીસ ધીરે-ધીરે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. એક પછી એક એવા વીડિયો સામે આવી રહ્યા છે સામે જેમાં પોલીસની વર્દીના ધજાગરા ઉડે છે અને પોલીસ વિભાગ ફરીથી શર્મસાર થાય છે. અરવલ્લી જિલ્લા પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. સૌથી પહેલા જૂનાગઢ તોડકાંડ, પછી વિરમગામ રૂરલના PSI સામે ગંભીર આક્ષેપ બાદ રાજકોટના યુવકનો આપઘાત, ત્યારબાદ ખેડા જિલ્લામાં દારૂની મહેફિલમાં 3 પોલીસકર્મીઓની મારામારી અને હવે અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે જેને જોઈ પોલીસ સામે સવાલ તો થાય જ...



હપ્તા લેતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ! 

અરવલ્લી જિલ્લા પોલીસની આબરુનું ચીરહરણ કરતો પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહન ચાલક પાસેથી હપ્તાની રકમ માટે લુખ્ખી દાદાગીરી કરતાં આ લોકોને પોલીસ કહેતા શરમ આવે છે!  વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી વાહનચાલકને 1થી 10 તારીખ સુધીમાં પૈસા આપી દેવા માટે કહેવાહી રહ્યું છે. દાદાગીરી કરતાં પોલીસ કહી રહ્યા છે મહિનો યાદ રાખવાનો નવમો મહિનો પતી ગયો તો દસમા મહિનામાં આપી દેવાના 1થી 10 તારીખમાં પૈસા આપી દેવાના, જો 11મી તારીખ થશે તો હું પૈસા નહીં લઉં. પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે વ્યાજના પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય!


દારૂ પીને ભૂલી ગયા પોલીસકર્મીઓ ભાન, કરવા લાગ્યા મારામારી!

હજુ તો બે દિવસ પહેલા જ  ખેડા પોલીસનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જે દારૂની મહફિલમાં કોઈ વાતને લઈ ઝઘડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. આ વીડિયો વાયરલ થતાં ગુજરાત પોલીસના આબરૂના ધજાગરા ઊડી ગયા હતા અને ત્યારબાદ આ લોકો સામે કાર્યવાહી પણ થઈ હતી. પણ પ્રશ્ન એ છે કે આ લોકોને કઈ રીતે પોલીસ કહેવાય?  આ લોકોને ના પોતાની વર્દીનું માન છે ના પોતાની પોસ્ટનું.. આ બધા ગુંડા છે હપ્તા ઉઘરાવતા મારામારી કરતાં દાદાદગીરી કરતાં ગુંડાઓ કહેવાય..!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.