રાજધાની નવી દિલ્હીમાં ફરી એક વખત વાયુ પ્રદુષણે ચિંતા વધારી છે, રાજ્યની કેજરીવાલ સરકારે વધતા વાયુ પ્રદુષણને ફેલાતું રોકવા માટે ફરી એક વખત એડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓડ-ઈવન આગામી તારીખ 13થી 20 નવેમ્બર સુધી અમલી બનશે. સરકારના નિર્ણય મુજબ દિલ્હીમાં બીએસ 3 અને બીએસ 4 ડીઝલ કાર પર પ્રતિબંધ યથાવત રહેશે. તે ઉપરાંત દિલ્હીમાં હવે છઠ્ઠી, 8મી, 9મી, અને 11મીની ફિઝિકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રહેશે. ઉલ્લેખનિય છે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્હીમાં આજે સોમવારે સવારે વાયુ પ્રદુષણ ઈન્ડેક્સ (AQI) 400ને પાર પહોંચી ગયો હતો, જે અત્યંત 'ગંભીર' કેટેગરી માનવામાં આવે છે.
#WATCH | Delhi Fire Services sprinkle water in the Hotspot areas of the national capital to curb pollution.
(Visuals from near Arun Jaitley Stadium) pic.twitter.com/tcvXxjww1O
— ANI (@ANI) November 6, 2023
કયા-કયા દિવસે ચાલશે ગાડીઓ?
#WATCH | Delhi Fire Services sprinkle water in the Hotspot areas of the national capital to curb pollution.
(Visuals from near Arun Jaitley Stadium) pic.twitter.com/tcvXxjww1O
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણને જોતા રાજ્યમાં ફરી એક વખત ઓડ-ઈવન સિસ્ટમ અમલી બનાવવામાં આવશે, આ પ્રણાલી 13થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ સુધી અમલી રહેશે, ત્યાર બાદ તેની સમીક્ષા કર્યા બાદ જે પ્રમાણે પ્રદુષણની પરિસ્થીતી રહેશે તે મુજબ તેની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવશે. ઓડ-ઈવન દરમિયાન 1,3,5,7 અને 9 નંબરવાળી ગાડીઓ (જેની પાછળ આ નંબર છે) તે જ ચાલશે, ઈવનવાળા દિવસે જે ગાડીઓના નંબરની લાસ્ટમાં 0,2,4,6, અને 8 નંબર છે તે જ ગાડીઓ માર્ગો પર ચાલશે.