કહેવાય છે કે પ્રાર્થનામાં અદ્ભૂત શક્તિ રહેલી છે. જો શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવામાં આવે તો અશક્ય લાગતી અનેક વસ્તુઓ શક્ય થતી હોય છે. ત્યારે ગુજરાત તરફ બિપોરજોય વિનાશ સર્જવા જાણે આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાયુવેગે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે દરિયાઓ ગાંડાતુર બન્યા છે તેમજ તેજ પવન ફૂંકાઈ રહ્યા છે. અનેક બંદરો પર નંબર 9નું સિગ્નલ લગાવાઈ દેવાયું છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રે઼ડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બિપોરજોયના ભય વચ્ચે અનેક ધારાસભ્યોના પ્રાર્થના કરતા ફોટો સામે આવ્યા છે. દરિયાદેવની પૂજા કરવામાં આવી રહી છે.
પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરી દરિયાદેવની પૂજા!
વાવાઝોડાને પગલે તંત્ર એકદમ એલર્ટ છે. વાવાઝોડાની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર જ્યાં વાવાઝોડાનું સંકટ વધારે છે ત્યાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. દરિયો તોફાની બનતા માછીમારોએ દરિયો ન ખેડવો તેવી સૂચના આપી દેવામાં આવી છે. વાવાઝોડાને જોતા ધારાસભ્યો પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ ચક્રવાતની અસર કચ્છ પર સૌથી વધારે થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દરિયાદેવની પૂજા કરવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પહોંચ્યા હતા અને દરિયાદેવને પુષ્પો તેમજ શ્રીફળ અર્પણ કર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીએ વાવાઝોડાને લઈ લોકોને કરી અપીલ!
પ્રદ્યુમનસિંહ ઉપરાંત હીરા સોલંકી પણ માછીમારો સાથે પ્રાર્થના કરતા દેખાયા. તેમણે પણ દરિયા દેવને શાંત કરવા વિધિવત પૂજા કરી હતી. દરિયા દેવને દૂધ તેજ શ્રીફળ અર્પણ કર્યા હતા અને શાંત કરવા પ્રાર્થના કરી હતી. તે સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વાવાઝોડાને લઈ પોતાના સંબોધનમાં વાત કહી હતી. તે સિવાય ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે લોકોને અપીલ કરી હતી.