રશિયાના રાષ્ટ્રપતિ સિવાયના દેશના મોટા નેતાઓએ મોરબી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 15:47:13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબીની દુર્ઘટનાની નોંધ લીધી હતી અને ભારતને સંવેદના પાઠવી હતી. આ સિવાય દુનિયાના મોટા નેતાઓએ ભારતને આ દુખથી ઉભરવા માટે સંવેદના પાઠવી હતી. ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 130થી વધુ લોકોના મોત થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને મૃતકોના પરિજનોને આ દુખથી લડવા માટે તાકત મળે તેવી પ્રાર્થના કરી હતી. 


રશિયા રાષ્ટ્રપતિનો મોરબી મામલે સંદેશ 

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લખ્યું હતું કે, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં પુલ ધરાશાયી થવાના દુ:ખદ પરિણામો પર રશિયા તરફથી સંવેદના સ્વીકારો. અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિતોના પરિવારોને દુખથી ઉભરવાની તાકત મળે. મોરબી દુર્ઘટનામાં ઈજા પામેલા તમામ લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 


રશિયા સિવાય નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દૈબાએ પણ મોરબી દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ ઈલિસે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના મોરબીની દુર્ઘટના દુઃખથી ભરી દે તેવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...