Parsottam Rupala ઉપરાંત ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ, વિજય મુહુર્તમાં પરષોત્તમ રૂપાલા નામાંકન દાખલ કરાવશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-16 10:31:54

ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા બાદ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે.  ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારી અંતર્ગત અનેક ઉમેદવારોએ ગઈકાલે નામાંકન દાખલ કરાવી દીધું છે. કોંગ્રેસ તેમજ ભાજપના અનેક ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા નીકળી ગયા છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તો બીજી તરફ ભાજપ પોતાના ઉમેદવારને લઈ મક્કમ દેખાઈ રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા રાજકોટમાં શક્તિપ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યા તેમના સમર્થકો હાજર હતા. 


ભાજપના આ ઉમેદવારો નોંધાવશે નામાંકન 

પરષોત્તમ રૂપાલા ઉપરાંત કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા, મહેસાણાના ઉમેદવાર હરિભાઈ પટેલ,ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા, બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉમેદવારી નોંધાવશે. તે ઉપરાંત સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયા, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ઉપરાંત અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા આજે નામાંકન દાખલ કરવાના છે. તે સિવાય જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા, આણંદના મિતેશ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરાના ઉમેદવાર ડો.હેમાંગ જોશી, છોટા ઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા, બારડોલીના ઉમેદવાર પ્રભુ વસાવા જ્યારે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ 16 એપ્રિલે એટલે કે આજે નામાંકન નોંધાવશે. 


કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો પણ આજે ફોર્મ ભરવાના છે. મળતી માહિતી અનુસાર કચ્છના ઉમેદવાર નિતેશ લાલન, સાબરકાંઠાના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરના ઉમેદવાર સોનલ પટેલ, અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, છોટા ઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા, વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલ, પંચમહાલના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ તેમજ પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા આજે ઉમેદવારી નોંધાવશે..    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?