ફરી એક યુવાનનો હાર્ટ એટેકે લીધો ભોગ, અરવલ્લીમાં 27 વર્ષીય વ્યક્તિનું હૃદય હુમલાને કારણે મોત થતાં પરિવારમાં શોક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 17:39:53

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના સમાચાર પ્રતિદિન મળી રહ્યા છે. પેહલા હાર્ટ એટેક વૃદ્ધોને આવતો હતો, તે બાદ ધીમે ધીમે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા ગયા. પરંતુ હવે તો પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બની રહેલા હાર્ટ એટેક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે ફરી એક યુવાનનો જીવ હાર્ટ એટેકને કારણે ગયો છે. અરવલ્લીમાં રહેતા 27 વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો હોય. જે વ્યક્તિનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે તેમનું નામ છે અશિત ચૌધરી. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. કોઈ યુવાન ક્રિકેટ રમતા રમતા, કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા પોતાનો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. તેમને પણ ખબર નથી હોતી કે આવનારી પળ તેમના માટે અંતિમ પળ સાબિત થશે. સાજો દેખાતો માણસ અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. 


27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત થતાં પરિવારમાં છવાયો શોક

નાની ઉંમરે લોકોના મોત થવાથી પરિવારનો આશરો છીનવાઈ જતો હોય છે. જે યુવાન માતા પિતાનો સહારો બનવાનો હોય અને તે જ સંતાનની અર્થી ઉઠાવતા પિતાની શું લાગણી હશે તે આપણે જાણી શકતા નથી. ત્યારે વધુ એક પરિવારે પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ખોયો છે. અરવલ્લીમાં રહેલા 27 વર્ષીય અશિત ચૌધરી નામના વ્યક્તિએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાન દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજપીપળમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?