વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ત્રણેય પક્ષો એટલે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પક્ષાપક્ષીની રાજનીતિ શરૂ કરી દીધી છે. ગુજરાતની લેબોરેટરીમાં નેતાઓએ ધર્મની રાજનીતિ સહિતના અનેક પ્રયોગો શરૂ કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે.
ભાજપના સંઘી નેતાએ ગોપાલ પર સાધ્યા નિશાન!
ભાજપના મનન દાણીએ ટ્વીટર પર વીડિયો ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે આ શબ્દો જેના મોઢેથી સાંભળી રહ્યા છો તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના છે. આ વીડિયોમાં આપના પ્રદેશ પ્રમુખ આવા હોય તો ટોચનું નૈતૃત્વ કેવું હશે? તેમણે લખ્યું છે કે હું સંઘી છું અને RSSએ હંમેશા દેશને સમર્પિત રહ્યું છે.
પણ ગોપાલ ઈટાલિયા બોલી શું રહ્યા છે?
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ભાજપ પર વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા વીડિયોમાં કહી રહ્યા છે જ્યાં સવાલ કરવાના હોય ત્યાં સવાલ કરો. તમારી સરકારને સવાલ પૂછો કે 25 વર્ષથી શું મેથી મારી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનોની એક સીરિઝ બનાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સિવાય હવે ભાજપના અન્ય નેતા પણ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનોના વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચઢાવી લોકોને આમ આદમી તરફ આકર્ષતા રોકવાના કામે લાગી છે.