ટ્રેન દુર્ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. કોઈ વખત ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો કોઈ વખત ટ્રેનમાં આગ લાગે છે. છેલ્લા 12 કલાકમાં બે ટ્રેનોમાં આગ લાગી છે. યુપીના ઈટાવામાં બીજી મોટી રેલ દુર્ઘટના બની છે. બિહાર જતી વૈશાલી એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે, મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રેનમાં આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.
આની પહેલા પણ ટ્રેનના ડબ્બામાં લાગી હતી આગ
દિવાળી દરમિયાન અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની છે. ફાયર વિભાગની ટીમ દિવાળી દરમિયાન દોડતી રહી હતી. તો બીજી તરફ ટ્રેનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં માત્ર થોડા કલાકોની અંદર બીજી એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. થોડા સમય પહેલા બુધવાર સાંજે દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. એ ત્રણ ડબ્બામાં એક સ્લીપર કોચ અને બે જનરલ કોચનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી હોય તેવા સમાચાર આવ્યા ન હતા. તો ફરી એક વખત ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
વારંવાર થતી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે!
ઉત્તર પ્રદેશના ઈટાવા પાસે દિલ્હીથી સહરસા જઈ રહેલી વૈશાલી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગવાને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ ટ્રેનમાં કેવી રીતે લાગી તે જાણવા માટે તપાસ થઈ રહી છે. આગ લાગવાને કારણે 19 જેટલા લોકો દાઝ્યા છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે વારંવાર બનતી આવી આગની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે..