એક સમય હતો જ્યારે રોડ અકસ્માતની ઘટના બનવી સામાન્ય હતી પરંતુ હવે ટ્રેન અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને તે ઘણી જોખમી વાત છે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ટ્રેનની ટક્કર થાય છે અને ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. ઓડિશામાં બનેલી દુર્ઘટના તો ના જ ભૂલાય. આ બધા વચ્ચે ફરી એક વખત ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અમદાવાદની સાબરમતી એક્સપ્રેસનો અજમેરમાં અકસ્માત થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત સવારે 1.00 વાગ્યાની આસપાસ બની છે.
4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા...!
ટ્રેન અકસ્માતની અનેક ઘટનાઓ આપણી સામે છે અને તેમાં પણ ઓડિશામાં બનેલી ભયાનક દુર્ઘટના કેવી રીતે ભૂલાય? તે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જતા રહ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે બાદ રેલવે દુર્ઘટનાના અનેક સમાચાર આપણી સામે આવ્યા છે. તે વખતે પણ અનેક ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યારે ફરી એક વખત ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જે ટ્રેનને અકસ્માત નડ્યો છે તે ટ્રેન છે અમદાવાદની સાબરમતી એક્સપ્રેસ. અજમેર નજીક આ અકસ્માત સર્જાયો છે અને ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનાને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી... મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ સતત વધી રહી છે.
VIDEO | Four coaches of Sabarmati-Agra superfast train derail in Ajmer, Rajasthan. More details are awaited.
— Press Trust of India (@PTI_News) March 18, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/lgzJJh4sPu