અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ત્યારે આવનાર સમયમાં અજયની ફિલ્મ ભોલા રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પહેલું ટીઝર 2022માં રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અજય દેવગણની અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે.
ભોલાનું બીજું ટીઝર રિલીઝ થયું
દ્રશ્યમ-2ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ મચાવી હતી. ત્યારે અજયદેવગનની ફિલ્મ ભોલા પણ આવનાર સમયમાં રિલીઝ થવાની છે. 22 નવેમ્બર 2022માં આ ફિલ્મનું પ્રથમ ટીઝર રિલીઝ થયું હતું ત્યારે આજે આ ફિલ્મનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર ભસ્મ લગાવતો જોવા મળે છે. દર્શકોને અજયનો આ લુક લોકોને પસંદ આવ્યો હતો.
30 માર્ચ 2023ના રોજ ફિલ્મ થશે રિલીઝ
ફિલ્મના બીજા ટીઝરમાં અજય અને તબ્બુની જોરદાર એક્શન જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા અજયે લખ્યું કે એક ચટ્ટાન સૌ શૈતાન સે ટકરાયેગા. મોટા પડદા પર અજય અને તબ્બુની કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મના નવા ટીઝરમાં તબ્બુનો અવાજ સાંભળવા મળે છે જેમાં તે કહેતા હોય છે આજ રાત યા વો હમે ઢૂંઢ લેગા યા હમ ઉસે, બંદુક કી નોકરી કી હૈ ગોલી તો ખાની પડેગી. આ ફિલ્મ 30 માર્ચના રોજ રિલીઝ થવાની છે.