ગુજરાત એટીએસએ દિલ્લી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને બાતમીના આધારે નવી દિલ્લીના વસંતકુંજ વિસ્તારમાંથી એક અફઘાની નાગરિકને 20 કરોડની કિંમતના 4 કિલોના હેરોઈનના જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગુજરાત ATS બાતમીના આધારે 2 સપ્ટેમ્બરના રોજ દિલ્લી નિકળ્યા હતા. દિલ્લીના વસંતકુંજ ખાતે રેડ સંયુક્ત ઓપરેશન કરતા વાહીદુલ્લાહ રહીમુલ્લા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઝડપાયેલા 4 કિલો હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 20 કરોડ જેટલી છે. આરોપી અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને વર્ષ 2016માં મેડિકલ વીઝા પર ભારત આવ્યો હતો. આરોપી સાઉથ દિલ્લીના જોગાબાઈ એક્ષ્ટેંશન ખાતે રહેતો હતો.
અગાઉ પણ ગુજરાતમાં દરિયા મારફતે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટનાઓ ઘટી છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતથી સમગ્ર ડ્રગ્સ દિલ્લી અને મુંબઈ પહોંચી રહ્યું છે. ગુજરાત એટીએસની પૂછપરછમાં ડ્રગ્સના કનેક્શન ધીમેધીમે ખુલી રહ્યા છે.