રાજસ્થાનના કોચિંગ સીટી કોટામાં વધુ એક વિદ્યાર્થિનીએ મોતને ગળે લગાવ્યું, સુસાઈડ નોટમાં લખ્યું-I can’t do JEE


  • Published By :
  • Published Date : 2024-01-29 19:45:46

રાજસ્થાન સરકારના ઘણા પ્રયત્નો છતાં પણ કોચિંગ સીટી કોટા મોતની ફેક્ટરી બની રહ્યું છે. કોટામાં વિદ્યાર્થીના આત્મહત્યાના કિસ્સાઓ અટકી રહ્યા નથી. માત્ર એક સપ્તાહની અંદર કોટામાં કોચિંગના વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિનીએ પાંચ લાઈનની સુસાઈડ નોટ લખી હતી, જેને વાંચીને પરિવારજનો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.


આત્મહત્યાનો આ બીજો કિસ્સો


અભ્યાસના ભારે દબાણને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીની સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે હું JEE કરી શકીશ નહીં. હું એક ખરાબ પુત્રી છું. આત્મહત્યા એ મારો છેલ્લો વિકલ્પ છે. આ ચિઠ્ઠી મળ્યા બાદ પરિવારજનો સહિત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે માત્ર 7 દિવસમાં કોટાના કોચિંગ વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે.

 

વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં શું લખ્યું?


વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે Mummy papa I can’t do JEE. So I suicide, I am looser, I worst daughter, Sorry mummy papa Yahi last option he.અંગ્રેજીમાં લખેલા આ વાક્યો સ્પષ્ટપણે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના દબાણ દર્શાવે છે. આ મામલો કોટામાં ઓનલાઈન કોચિંગ લઈ રહેલી 18 વર્ષની વિદ્યાર્થિનીનો છે, જેણે રવિવારે રાત્રે પોતાના રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ઝડપથી વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તે વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું હતું.


વિદ્યાર્થિનીની 31 જાન્યુઆરીએ JEEની પરીક્ષા હતી


આ વિદ્યાર્થિની JEEનો અભ્યાસ કરી રહી હતી, જો કે અભ્યાસનું ભારે દબાણ તે સહન કરી શકી નહીં અને તેણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થિનીની 31 જાન્યુઆરીએ JEEની પરીક્ષા હતી, જેના કારણે તે તણાવમાં હતી. આ વિદ્યાર્થિની તેના પરિવાર સાથે કોટાના બોરખેડા વિસ્તારમાં રહેતી હતી. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ ચિઠ્ઠી વાંચીને પોલીસ અને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિદ્યાર્થિની મૂળ ઝાલાવાડનો રહેવાસી હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?