Gujaratમાં વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ, બોગસ સર્ટિફિકેટ બનાવી પોલીસ વિભાગમાં લેવો હતો પ્રવેશ, આ રીતે કૌભાંડ ઝડપાયું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-23 14:24:52

ગુજરાતમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. અનેક કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 2021ની LRD ભરતીમાં બનાવટી નિમણુંક પત્રના આધારે નોકરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બોગસ સર્ટિફિકેશનના આધારે પોલીસ વિભાગમાં ઘૂસે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે જો આ કૌભાંડ સફળ રહ્યો હોત તો આવી રીતે અનેક બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવવાના હતા. પરંતુ પોલીસે પહેલા જ કોલ લેટરમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. 4 લોકોની આ મામલે અટકાયત કરી લેવામાં આવી છે.       


પોલીસ વિભાગમાં ખોટી રીતે ઘૂસવાનો હતો પ્રયત્ન!  

હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા કૌભાંડ થઈ રહ્યા છે કે સવાલ થાય કે કઈ પરીક્ષામાં કૌભાંડ નથી થતું? એક પણ એવો વિભાગ કદાચ નહીં હોય કે જ્યાં કૌભાંડ ન થતું હોય. ત્યારે ફરી એક વખત કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એ પણ પોલીસ વિભાગની ભરતીમાં. પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે.


ખોટા નિમણૂંક પત્ર સાથે હાજર થયો હતો પ્રદિપ મકવાણા  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 19 ઓગસ્ટે  પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. કોલ લેટર જોતા શંકા ઉભી થઇ હતી જેના કારણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો. આ મામલે જ્યારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી તે દરમિયાન તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે  હાજર થયો હતો. નિમણૂંક પત્રની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલી છે. મેહુલ તરજેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું.  


આ મામલે પોલીસે તપાસ માટે ચક્રો કર્યા ગતિમાન 

ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી એમાં  પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ૪ લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હાલ આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે પોલીસે આ મામલે પ્રદિપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ભાવેશ ચાવડા, બાલાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો  છે. એટલું જ નહીં  અત્યાર સુધી 29 નિમણુંક પત્ર બનાવ્યાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?