છેલ્લા ઘણા સમયથી ભરતી કૌભાંડો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ સામે આવ્યું તે બાદ બનાસકાંઠાની કૃષિ યુનિવર્સિટી કૌભાંડ સામે આવ્યું હતું. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ નવા નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. પાણી પુરવઠા બોર્ડ ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે અને આ વાતનો ખુલાસો રાજકોટના બિલ્ડર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં થયો છે.
પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ આવ્યું સામે!
આ મામલે રાજકોટના બિલ્ડર દ્વારા માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે. મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેકાયદેસર ભરતી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2 વ્યક્તિની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી હતી. 14.6 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી તેમજ 22.07.2021 જયદીપ પોપટની ભરતી કરવામાં આવી છે.
કૌભાંડમાં સામેલ વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ કબૂલાત પણ આપી છે. જે રોજમદાર તરીકે ફરજ બજાવે છે. બિલ્ડરને નનામી અરજી આવી હતી. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગ કચેરીમાં માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા માં રોજમદાર તરીકે ફરજ બજાવતો રોજમદાર આર્થિક લાભ માટે ભરતીનું કૌભાંડ કર્યું તેવું કબુલાત નામું આપ્યું છે. મોરબી પાણી પુરવઠામાં નોકરી કરતો વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ RTIના જવાબમાં કબુલાત આપી છે.