પોતાની માગ સાથે અનેક ધારાસભ્યો પોતાની રજૂઆત કરવા મુખ્યમંત્રીને પત્રો લખી રહ્યા છે. ના માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના પરંતુ ભાજપના જ ધારાસભ્યો પોતાની સરકારના મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. આપણી સમક્ષ અનેક ઉદાહરણો છે ત્યારે વધુ એક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તે ધારાસભ્ય છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ.. ટોલ ટેક્સ ઉઘરાવતા રસ્તાઓની હાલત પણ દયનીય છે ત્યારે ખરાબ રોડ રસ્તાને લઈ તેમણે સીએમને પત્ર લખ્યો છે.
રસ્તા પર નીકળીએ ત્યારે થાય છે ટેન્શન!
આપણે ત્યાં સારા રસ્તાઓના નિર્માણ થાય તે માટે હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. રસ્તાઓનું નિર્માણ પણ થાય છે પરંતુ તે ટકાઉ નથી હોતા.. રસ્તા પર ખાડા નહીં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે.. રસ્તા પરથી જ્યારે વાહન નીકળે છે ત્યારે વાહન ચાલકોને વાહન બગડવાનું તો ટેન્શન રહે છે પરંતુ તેમને કમરનો દુખાવો થઈ જશે તેનું પણ ટેન્શન રહે છે. રસ્તા પર ખાડા વધારે અને રસ્તો ઓછો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.
ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો સીએમને પત્ર
ખરાબ રોડની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રોડના નિર્માણ વખતે કેવી ઓછી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવ્યો છે તેની પોલ ખુલ્લી જાય છે. એક જ વરસાદમાં રસ્તાનું ધોવાણ થઈ જાય છે. શહેરોના રસ્તા નહીં પરંતુ હાઈવેની પણ આવી જ હાલત છે. ત્યાં પણ ખાડારાજ છે.. એવા હાઈવે જ્યાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે ત્યાંના રસ્તાની પણ દયનીય હાલત છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ટોલ ટેક્સ ઉઘરાવતા રસ્તાને લઈ તેમણે વાત કરી છે. ધારાસભ્યનું કહેવું છે કે જ્યાં સુધી સારા રસ્તા ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવામાં ના આવે તેવી રજૂઆત કરી છે..
તમને ખરાબ રસ્તાને કારણે કેટલી મુશ્કેલી પડે?
મહત્વનું છે કે ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રસ્તો માત્ર થોડી મીનિટોની અંદર કપાઈ જાય તેને કાપતા ઘણો વધારે સમય લાગે છે.. ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ખરાબ રસ્તાને લઈ નિવદેન આપ્યું હતું.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. તમને રસ્તા પર વાહનચલાવતી વખતે તમને કેટલી તકલીફ પડે છે તે અમને કમેન્ટમાં જણાવજો..