ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા. દ્વારકા દર્શન કરી પરત ફરતી વખતે ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી.કોઈ મોટી જાનહાનિ નહીં શ્રદ્ધાળુઓને નાની મોટી ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાય હતા
ખરાબ રસ્તાના કારણે બસ પલટી મારી
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર માંથી 70 જેટલા શ્રદ્ધાળુઓ બસ મારફતે દ્વારકા દર્શન કરવા માટે નિકળા હતા.દ્વારકા દર્શન કરી ગત રાત્રિના પરત ફરતી વખતે રાત્રે 2:30 વાગ્યા આસપાસ સુત્રાપાડા ફાટક થી સુત્રાપાડા વચ્ચે ખરાબ રસ્તાના કારણે બસ ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં બસ પલટી મારી હતી.ભારે જહેમત બાદ બસમાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા.કોઈ મોટી જાનહાનિ નથી થઈ શ્રદ્ધાળુઑને નાના મોટી ઇજા થતાં હોસ્પિટલ ખાતે લઈ જવાય હતા.
સુત્રાપાડા ફાટક થી સિંગલ પટ્ટીનો રોડ છે જે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે.ભારે વરસાદના કારણે સિંગલ પટ્ટીના રોડની સાઈડ પણ ધોવાય ગઈ છે જેના કારણે જો સામ સામે મોટા વાહનો આવી જાય તો જીવન જોખમે વાહનો પસાર કરવા પડે છે. અવાર નવાર આ રસ્તા પર અકસ્માત થાઈ છે.અવારનવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોઇ એમ લાગી રહ્યું છે.
રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો ?
આ રસ્તા પરીથી રાજકીય નેતાઓ પણ પસાર થાઈ છે પરંતુ એમને આ ખરાબ રસ્તા,રાહદારીઓની મુસકેલી,અકસ્માત જેવા બનાવો ધ્યાને આવતા જ નથી.કારણ કે એમની પાસે મોંઘી ગાડીઓ હોઇ છે જેમાં નેતાઓને ખાડાનો અહેસાસ નથી થતો
આ રસ્તા પર ગંભીર અકસ્માત પણ સર્જાય છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે એનો જવાબદાર કોણ ?