ગુજરાત અને પેપર લીક એક બીજાનો પર્યાય બની ગયું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. કોઈ વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થાય છે તો કોઈ વખત કોલેજની પરીક્ષાનું પેપર લીક થાય છે... પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને જેને કારણે અનેક યુવાનોના સપનાઓ તૂટી જાય છે..
યુવરાજસિંહે પેપર લીકને લઈ કર્યો ઘટસ્ફોટ!
ત્યારે આજે ફરી એક વખત પેપર લીક થવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે દાવો કર્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ રહેલી પરીક્ષાનું પેપર લીક થયું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે બીસીએ સેમ 4નું પેપર લીક થયું છે... પેપરના સમય પહેલા જ પેપર વાયરલ થયાનો આરોપ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં આજે પેપર હતું જે લીક થયું છે..
પેપર લીક અટકે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી
ઉમેદવાર જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે તેની આંખોમાં સપના હોય છે.. પરીક્ષા પાસ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેવી આશા હોય છે ઉમેદવારની પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે તે આશાઓ તૂટી જાય છે અને તંત્ર પર રહેલો વિશ્વાસ તૂટી જાય છે..! મહત્વનું છે કે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યું છે અને પરીક્ષાઓ રદ્દ થઈ ગઈ છે જેને કારણે ઉમેદવારોમાં, યુવાનોમાં ભારે રોષ જોવા મળતો હોય છે... પેપર લીક જેવી ઘટનાઓ રોકાય તે માટે કડકમાં કડક કાયદા બને તે જરૂરી છે...