ગુજરાતમાં ફરી બની બ્રિજ ધરાશાયી થવાની ઘટના! જાણો કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ક્યાં થયો ધરાશાયી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 16:44:44

પુલ તૂટવું તેમજ પુલનું વિવાદમાં આવવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મોરબીમાં દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. તે બાદ હાટકેશ્વર બ્રિજનો વિવાદ સામે આવ્યો. તે હજુ શાંત થયો ન હતો તો અટલ ફૂટ બ્રિજ પર લાગેલા કાચ પર તિરાડ દેખાવાની ઘટના સામે આવી. ત્યારે આજે ફરી એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. જે બ્રિજ ધરાશાયી થયો છે તેનું તો હજી લોકાર્પણ પણ થયું ન હતું. તાપીના વ્યારાના માયપુર અને દેહામાં ગામને જોડતો પુલ ધરાશાયી થયો છે. 


તાપીમાં બની પુલ ધરાશાયી થવાની ઘટના!

બ્રિજનિર્માણ દરમિયાન વપરાતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠતા રહે છે. થોડા સમય પહેલા શરૂ કરાયેલા  બ્રિજને પણ બંધ કરવાની ફરજ પડતી હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને તો વિવાદ ચાલે છે ત્યાં તો તાપીના વ્યારાથી પુલ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  


બે કરોડના ખર્ચે થયું પુલનું નિર્માણ!    

આ ઘટનાની વાત કરીએ તો તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ 2021માં શરૂ થઈ ગયું હતું અને અંદાજીત બે કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. હજી બ્રિજનું લોકાર્પણ થવાનું હજી બાકી છે જેથી જાનહાની ટળી છે પરંતુ તાજેતરમાં જ નિર્માણ પામેલો બ્રિજ આવી રીતે ધરાશાયી થાય તો બ્રિજની કામગીરી પર સવાલ ઉઠવા સ્વભાવિક છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રાજ્યના બ્રિજોનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...