દિલ્હીમાં વધુ એક યુવતી પર થયો હુમલો, મિત્રતા તોડતા આરોપીએ યુવતી પર છરીના ઘા ઝીંક્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-04 13:10:49

દિલ્હીમાં ફરી એક છોકરી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. એક તરફ જ્યાં અંજલી સાથે બનેલી ઘટના અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ વધુ એક છોકરી પર હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના આદર્શ નગરમાં મિત્રતા તોડવા પર યુવકે યુવતી પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દીધી હતી.

  

છરીના ઘા ઝીંકી આરોપી ફરાર થયો 

દિલ્હી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અંજલીના કેસમાં પ્રતિદિન નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વધુ એક છોકરી પર છરી દ્વારા હુમલો થવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આદર્શ નગર વિસ્તારમાં બની છે. સોમવારે બ્રેકઅપથી નારાજ થઈ યુવકે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુવતીને પેટ, ગરદન અને હાથ પર ઈજા પહોંચી હતી. આરોપીને લાગ્ચું કે યુવતી મૃત્યુ પામી છે જેથી તે ત્યાંથી નાસી છૂટ્યો. 


યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ  

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર યુવતી પરિવાર સાથે પાર્ક એક્સટેન્શન વિસ્તારમાં રહે છે. યુવતીની આરોપી સાથે અંદાજે 5 વર્ષથી મિત્રતા હતી. પરંતુ પરિવારને આરોપી સાથેની મિત્રતા ગમતી ન હતી. જેને કારણે યુવતીને મિત્રતા તોડવા કહ્યું. જેને કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી દીધી. યુવતીએ જણાવ્યું કે સોમવારે જ્યારે તે ડ્રાઈવીંગ શિખવા માટે ઘરેથી નીકળી તે દરિમયાન વાત કરવાના બહાને આરોપીએ તેને મળવા બોલાવી. અને મિત્રતા તોડવાનું કારણ પૂછ્યું. તે બાદ આરોપીએ યુવતીને છપ્પાના ઘા ઝીંકી ઘાયલ કરી દીધી.  આરોપીને લાગ્યું કે યુવતી મરી ગઈ છે એટલે તે ત્યાંથી નાસી ગયો. પરંતુ આસપાસના લોકોએ યુવતીને હોસ્પિટલ ખસેડી અને હાલ ડોક્ટરની દેખરેખમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.


પોલીસે આરોપીની ધરપકડ કરી 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપીને લાગ્યું કે યુવતી મૃત્યુ પામી છે. જેને લઈ તે ત્યાંથી ફરાર થઈ ગયો. પરંતુ યુવતી તે સમયે જીવતી હતી. સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અને હાલ તેની સારવાર ચાલી રહી છે.  આ ઘટનાની જાણ થતા પોલીસને થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી દીધી છે. પોલીસે અંબાલા પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?