અમદાવાદના સીટીએમ બ્રિજ પરથી વધુ એક યુવતીએ લગાવી મોતની છલાંગ, કૂદકો મારવાની ચોથી ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-03 17:12:39

રાજ્યમાં આપઘાત કરનારાઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો આત્મહત્યા કરી પોતોના જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી છે. એક મહિનામાં બ્રિજ પરથી ઝંપલાવવાની ચોથી ઘટના છે. થોડા દિવસ પહેલા જ એક યુવતીએ આ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. તે પહેલા વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


યુવતીએ થોડા દિવસો પહેલા લગાવી હતી છલાંગ 

આપઘાત કરી જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલો ડબલ ડેકર બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. બ્રિજ પરથી કૂદકો મારવાની આજે ચોથી ઘટના બની છે. થોડા દિવસ પહેલા જ યુવતીએ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 


બ્રિજ પરથી કૂદકો મારવાની બની ચોથી ઘટના 

મહિનામાં કૂદકો મારવાની આ ચોથી ઘટના બની છે. ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. ઈજાઓ પહોંચતા યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ ઓવરબ્રિજ પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. તે પહેલા 7માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થી કૂદકો મારે તે પહેલા રાહદારીઓ દ્વારા તેને સમજાવી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. સીટીએમ ડબલ ડેકર બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...