વધુ એક પરીક્ષા Gujaratમાં થઈ રદ્દ! વિદ્યુત સહાયકની પરીક્ષા આ કારણે કરાઈ કેન્સલ, સાંભળો આ મામલે શું કહ્યું Yuvrajsinhએ?


  • Published By :
  • Published Date : 2023-12-20 13:26:03

ગુજરાતમાં પરીક્ષાઓ રદ થાય કે પછી ભરતી પ્રક્રિયા રદ થાય એ હવે સામાન્ય થઈ ગયું છે ફરી ગુજરાતમાં એક ભરતી રદ થઈ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોતાની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા માટે પહેલાથી જાણીતા છે  જેના અનેક કિસ્સાઓ મીડિયામાં પણ આવી ચુક્યા છે. ત્યારે હવે GETCOનું વધારે એક ભોપાળું બહાર આવ્યું છે. તમામ પ્રકારની પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટ પુર્ણ કર્યા બાદ આખરે ઓર્ડર આપવાના હતા તેની પહેલા સમગ્ર ભરતી જ અચાનક રદ્દ કરી દીધી છે. પોલ ટેસ્ટ દ્વારા 06.03.2023 થી 13.03.2023 તથા લેખિત પરીક્ષા 09.09.2023ના રોજ યોજાઇ હતી. 

તપાસ કમિટીની કરવામાં આવી રચના 

પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજુઆત પણ કરાઇ હતી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીમાં લેવાયેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL અને GSTCO દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા નહી લેવાઈ અને પછી . તપાસ કમિટીની રચના થઇ હતી. તપાસમાં આક્ષેપો સાચા ઠર્યા હતા. જેથી સમગ્ર ભરતી પરીક્ષા રદ્દ જાહેર કરવામાં આવી હતી.


યુવકે કરી હતી ઈચ્છામૃત્યુની માગ!

વાત એમ હતી કે 20 નવેમ્બરે ધોળાજી યુવકે જુનાગઢમાં જેટકો ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમોના ભંગ થયા હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે રજુઆતો કરવા છતા કોઇ નિરાકરણ નહી આવતા યુવક એ ઈચ્છા મૃત્યુની વાત કરી હતી  અનેકવાર ઉચ્ચ સ્તરે રજુઆત થતા સમગ્ર મામલે તપાસ થઇ અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.  અને હવે એ ભરતી જ રદ કરી દેવામાં આવી છે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.