વધુ એક ચક્રવાતનું સંકટ! અરબ સાગરમાં બનેલી સિસ્ટમ Gujaratમાં ફરી વરસાદ લાવશે? આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 13:11:37

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી માવઠાને કારણે ચોમાસાની સિઝન જામી હોય તેવું લાગે છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે ચક્રવાત આવે છે અને કમોસમી વરસાદ પડે છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગ્લોબલ વોર્મિગની અસર વાતાવરણ પર પડે છે!

વિકાસ કરવાના ચક્કરમાં અનેક વખત આપણે જાણે અજાણે કુદરતને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. અનેક ઝાડો કાપવામાં આવ્યા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર દેખાઈ રહી છે. ચક્રવાત સર્જાવાને કારણે વરસાદ પણ ખેંચાઈ જાય છે. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે શિયાળામાં અથવા તો ઉનાળામાં વરસાદ આવી રહ્યો છે. મિચોંગ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વધુ એક ચક્રવાત આવવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

2023ના એક વર્ષમાં 5 વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં બે વાવાઝોડા એવા ભયંકર હતા કે તેણે જનજીવન પ્રભાવિત કરી દીધું. 2023નું પહેલું વાવાઝોડું બિપોરજોય હતો જે અરબી સમુદ્રમાં સક્રિય થયું હતું. બીજુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું  મિચોંગ વાવઝોડુ છે જેણે દક્ષિણ ભારતના રાજ્યોને પ્રભાવિત કર્યા છે. ત્યારે આવનાર દિવસોમાં વધુ એક ચક્રવાત અરબી સમુદ્રમાં સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોને વધારે ભોગવવાનો વારો આવે છે. પાકને વ્યાપક નુકસાન થાય છે જેને કારણે ખેડૂતો પાયમાલ થાય છે. જે ચક્રવાત સક્રિય થવાનું છે તે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ લાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...