જ્યારથી ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતા બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના નેતા નિરંજન પટેલે રાજીનામું આપી દીધું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે.
નિરંજન પટેલે પાર્ટીને કહ્યું અલવિદા
ગુજરાતમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ત્યારે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. કોંગ્રેસને છોડી જનાર નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હજી સુધી પેટલાદ વિધાનસભા માટે નામની જાહેરાત કરવામાં આવી નથી.
કોંગ્રેસને એક બાદ એક મળી રહ્યા છે ઝટકા
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તેમના સિવાય ભાવેશ કટારાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બધા બાદ નિરંજન પટેલે પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આટલા બધા નેતાઓના જવાથી જાણે કોંગ્રેસમાં વિવાદ ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે બીજા અનેક નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી શકે છે.