ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કાઢી રહ્યા છે. વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. ત્યારે આ યાત્રાનો અનેક જગ્યા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ અનેક વખત ગુજરાત ગૌરવ યાત્રા પર પ્રહાર કરતી રહી છે. વડગામ ખાતે આવેલી ગૌરવ યાત્રાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેની નોંધ કોંગ્રેસ પાર્ટીએ લીધી હતી. જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરતા લખ્યું કે અરબુદા સેનાએ ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સંદેશો સાફ છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તન નક્કી છે.
જીગ્નેશ મેવાણીએ કર્યા ગૈરવ યાત્રા પર પ્રહાર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં વડગામ ખાતે ગૌરવ યાત્રા નીકળી હતી. ગૌરવ યાત્રા દરમિયાન અર્બુદા સેના દ્વારા કરવામાં આવેલા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિપુલ ચૌધરીને રિહા કરવાની માગ કરી હતી. આવા વિરોધનો સામનો અનેક સ્થળો પર ગૌરવ યાત્રાને કરવો પડ્યો છે. કોંગ્રેસ અનેક વખત ગૌરવ યાત્રા પર આકરા પ્રહાર કરતું રહ્યું છે. જીગ્નેશ મેવાણીએ પણ આ યાત્રા પર કટાક્ષ કર્યો હતો.