પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે, એશિયા કપ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાંથી જઈ શકે છે. વર્ષ 2025 માં યોજાનાર ચેમ્પિયન ટ્રોફીનું યજમાન પદ પાકિસ્તાન પાસે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાવાની છે, પરંતુ હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ યજમાની કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.એશિયા કપનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી દ્વારા હાઇબ્રીડ મોડલ પર કરવામાં આવ્યું હતું. તે સમયે તેના ગ્રાઉન્ડ ઉપર 17માંથી ચાર મેચ રમાઈ હતી અને 13 મેચ શ્રીલંકામાં રમાઈ હતી. ત્યારબાદ હવે ચેમ્પિયન ટ્રોફી સાથે પણ કંઈક આવું જ થવા જઈ રહ્યું છે ટુર્નામેન્ટની યજમાનની પાકિસ્તાન પાસેથી છીનવાઇ જાય તો નવાઈ નહીં! અથવા હાઇબ્રીડ મોડલ પર આયોજિત કરવામાં આવી શકે છે.
PCBનું ICC ઉપર કરાર પર હસ્તાક્ષર માટે દબાણ
PCBએ આઈસીસીને આ કરાર પર વહેલી તકે હસ્તાક્ષર કરવા કહ્યું છે. પાકિસ્તાનને ડર છે કે એશિયા કપ 2023ની જેમ BCCI ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી શકે છે. PCBએ ICCને એમ પણ કહ્યું છે કે જો બીસીસીઆઈ કોઈપણ કારણોસર તેમના દેશમાં જવાનો ઈન્કાર કરે છે તો PCBને આ માટે વળતર મેળવું જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરવામાં આવે તો ટુર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે અને જો પાકિસ્તાન આ મામલે વાંધો ઉઠાવે છે તો તેને હાઇબ્રીડ મોડલ હેઠળ આયોજન કરવું પડે તેવું જણાઈ રહ્યું છે મહત્વનું છે કે BCCI પોતાની ટીમ પાકિસ્તાન રમવા માટે મોકલવા માટે રાજી ન થતું હોવાથી તેણે એશિયા કપમાં પણ આવું જ કર્યું હતું. હવે બોર્ડ ચેમ્પિયન ટ્રોફી માટે પણ પોતાના નિર્ણય પર અડગ હોવાથી હવે પાકિસ્તાન માટે આ ખરાબ સમાચાર સામાન બની રહે છે.
વર્લ્ડ કપ વખતે પણ સર્જાઈ હતી મડાગાઠ
ઉલ્લેખનિય છે કે આ પહેલા એશિયા કપ અને ODI વર્લ્ડ કપ દરમિયાન પણ BCCI અને PCB વચ્ચે સંઘર્ષ થયો હતો. ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાને વન ડે વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, આ મામલે BCCIનો હાથ ઉંચો રહ્યો અને પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ પર એશિયા કપ રમવાની ફરજ પડી હતી. શ્રીલંકાએ પાકિસ્તાન સાથે મળીને એશિયા કપની યજમાની કરી હતી. પાકિસ્તાનની ટીમ પણ ODI વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી.