સિંગતેલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. છેલ્લા બે દિવસથી તેલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. ગઈકાલે પણ તેલના ભાવમાં વધારો થયો ત્યારે આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો સિંગતેલમાં કરવામાં આવ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો થયો છે. જે 15 કિલ્લોના તેલનો ડબ્બો થોડા સમય પહેલા 2800ની આસપાસ મળતો હતો તે હવે 2900ની આસપાસ મળતો થઈ ગયો છે. ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.
બીજા દિવસે પણ સિંગતેલના ભાવમાં થયો વધારો
મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સતત થતા ભાવ વધારાને કારણે ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધની કિંમતમાં વધારો થાય છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતા મધ્ચમ વર્ગીય પરિવારને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગઈ કાલે સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો હતો તો આજે ફરી એક વખત 50 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલ સિવાય અન્ય કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.
મગફળીની બમ્પર આવક છતાં વધતા તેલના ભાવ
મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. બે દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો થયો છે. આ વર્ષે મગફળીની બમ્પર આવક થઈ છે. પરંતુ તેમ છતાંય સતત બે દિવસથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.