મોંઘવારીનો વધુ એક માર, પહેલી એપ્રિલથી જરૂરિયત વાળી દવાઓ થશે મોંઘી, પેઈનકિલરથી લઈ પેરાસિટામોલ દવાઓ થશે મોંઘી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-28 14:57:09

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધી રહેલી મોંઘવારીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોઈ વખત શાકભાજીના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત સિંગતેલના ભાવમાં વધારો થાય છે ત્યારે એપ્રિલ મહિનામાં દવામાં ભાવ વધારો થવા જઈ રહ્યો છે. પેઈનકિલર્સથી લઈને એન્ટીબાયોટિક દવાના ભાવમાં વધારો થયો છે. આવશ્યક દવાઓની વાત કરીએ તો તેમાં પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, હૃદયની દવાઓ સહિતની અનેક દવાઓનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ વધારા પહેલી એપ્રિલથી વધવા જઈ રહ્યા છે.



ફાર્મા કંપનીએ કરી ભાવ વધારો કરવાની માગ  

રાષ્ટ્રીય દવા મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે સોમવારે આ મામલે જાણકારી આપી હતી. વાસ્તવમાં સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંડમાં ફેરફારને અનુરૂપ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. એનપીપીએ જણાવ્યું કે 2022 સુધી સરકાર દ્વારા સૂચિત WPIમાં વાર્ષિક ફેરફારના આધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગે દવાની કિંમતોમાં ભાવ વધારો કરવાની માગ કરી હતી. 


એસેન્શિયલ લિસ્ટમાં કરાયો ફેરફાર 

મળતી માહિતી અનુસાર દવાઓની કિંમતમાં અંદાજીત 12 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. આ સતત બીજી વખત બની રહ્યું છે કે દવાના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે દવાઓનો ઉપયોગ દેશના અનેક લોકો કરે છે તેને એશેન્શિયલ દવાઓ કહેવામાં આવે છે. આ દવાઓનું લિસ્ટ 2022માં અપડેટ કરવામાં આવ્યું હતું. પેરાસિટામોલ સિવાય આ લિસ્ટમાં 384 જેટલી દવાઓનો સમાવેશ થાય છે જ્યારે 24 દવાઓને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે.


મોંઘવારીનો માર સહન કરવો પડશે

જે આવશ્યક દવાઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે. મહત્વનું છે આ દવાઓની કિંમત સરકારના કંટ્રોલમાં હોય છે. 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. દવાઓમાં ભાવ વધારો થતાં મોંઘવારીનો મારો લોકોને સહન કરવું પડશે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..