જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી અને સીટોની વહેંચણી પર નેશનલ કોન્ફ્રન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈન્કાર કરી દીધો છે. જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. જો કે તેમણે NDA ગઠબંધનમાં સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા ફારૂખે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.
National Conference to contest alone in parliamentary elections
Read @ANI Story | https://t.co/m8XkYBrxZd#elections #Nationalconference #JammuAndKashmir pic.twitter.com/NqJIHI4WgY
— ANI Digital (@ani_digital) February 15, 2024
શું કહ્યું ફારૂખ અબ્દુલ્લાએ?
National Conference to contest alone in parliamentary elections
Read @ANI Story | https://t.co/m8XkYBrxZd#elections #Nationalconference #JammuAndKashmir pic.twitter.com/NqJIHI4WgY
એક ન્યૂઝ ચેનલ સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે 'રાજ્યમાં કોઈ પણ પાર્ટી સાથે તે ગઠબંધન કરશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે NDAમાં જોડાશે તો તેમણે કહ્યું કે અમારા બારી-બારણા ખુલ્લા છે. તેમણે કહ્યું કે જો પીએમ મોદી તેમને વાતચીત માટે બોલાવશે તો તે ચોક્કસ જશે. એનડીએમાં સામેલ થવા અંગેના સવાલ પર ફારૂખે કહ્યું કે તે આ સંભાવનાને નકારી શક્તા નથી. તેમણે વધુમાં કહ્યું કે તે બંને રાજ્યોમાં સંસદીય ચૂંટણીમાં ભાગ લેશે, જો રાષ્ટ્ર નિર્માણ માટે મારે જે કરવું પડશે તે હું ચોક્કસ કરીશ. જો PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત અંગેના સવાલ પર તેમણે કહ્યું કે તે જ્યારે તે બોલાવે તો કોણ તેમની સાથ વાત વાત કરવા નહીં માગે'.