મોંધવારીની માર વચ્ચે બીજો ફટકો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:11:23

મોંધવારીની માર વચ્ચે બીજો ફટકો !!!!!

અદાણી CNG ગેસમાં ફરી ભાવ વધારો થયો છે. CNGમાં પ્રતિ કિલોએ 3 રૂપીયાનો વધારો થયો છે. હવે અદાણી CNG ગેસનો નવો ભાવ 86.90 રૂપીયા થયો છે. નેચરલ ગેસના ભાવમાં વધારાને કારણે CNGના ભાવમાં વધારો થયો છે.

 

વધતી મોંધવારી જોતાં મધ્યમ વર્ગના લોકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. CNGના ભાવમાં સીધો 3 રૂપીયાનો વધારો કરાયો છે . કાલ સુધી લોકો ને જે ગેસ 83.90 રૂપીયામાં પડતો હતો એ આજે 86.90 રૂપીયામાં પડશે.

 

સામાન્ય લોકો હાલ તો મોંધવારીથી કંટાડીને સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખતા હતા. પરંતુ રાહત તો દૂરની વાત છે જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારાને કારણે લોકો ત્રાહિમામ થયા છે.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...