BJPના વધુ એક ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો, Ahmedabadના ઓઢવમાં આવેલા મધુમાલતી આવાસમાં MLA પહોંચ્યાને....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-05 17:49:04

એક સમય હતો જ્યારે ધારાસભ્યોને માન સાથે લોકો જોતા હતા. પરંતુ આજકાલ તો જાણે ભાજપના નેતાઓનો વિરોધ કરવાનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અનેક ધારાસભ્યોને વિરોધનો સામનો કરવો પડ્યો છે.. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં સ્થાનિકોએ નેતાનો વિરોધ કર્યો હોય અથવા તો ભાજપનો વિરોધ કર્યો હોય.. વડોદરાથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આવા દ્રશ્યો અમદાવાદના ઓઢવથી સામે આવ્યા છે જેમાં બાબુદાસ પટેલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. સ્થાનિકોએ તેમનો રોષ ઢાલવ્યો અને તેમને જતા રહેવા કહ્યું..   

વરસાદી પાણીની સાથે સાથે ભરાય છે ગટરનું પાણી!  

ગુજરાતમાં વરસાદ આવ્યો અને તંત્રની પોલ ખોલીને જતો રહ્યો.. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા અને સ્થાનિકો પરેશાન થયા.. વડોદરાની સ્થિતિ તો આપણે જોઈ જ હતી કે કેવી રીતે ત્યાં બધું જ બરબાદ થઈ ગયું.. લોકોને લાખોનું નુકસાન થયું છે. વડોદરા સિવાય પણ અનેક જગ્યાઓથી આવી તસવીરો સામે આવી હતી જેમાં વરસાદી પાણી ભરાયા હતા.. પરંતુ અમદાવાદના ઓઢવમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં તો વરસાદી પાણીની સાથે સાથે ગટરનું પાણી પણ આવે છે.. ગટરના પાણી વચ્ચે રહેવા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્યો જ્યારે તે જગ્યાઓ પર જાય છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડે છે.    

ઓઢવમાં સરકારી આવાસ યોજના પહોંચી હતી જમાવટની ટીમ 

જમાવટની ટીમે થોડા દિવસ પહેલા અમદાવાદના નિકોલમાં આવેલા મધુમાલતી આવાસમાં ભરાયેલા પાણીનું રિપોર્ટિંગ કર્યું હતું.. જે દિવસે રિપોર્ટિંગ થયું હતું ત્યારે પાણી ભરાયાને પાંચ દિવસ થઈ ગયા હતા.. પાંચ દિવસ વિત્યા હોવા છતાંય પાણી ઓસર્યા ન હતા.. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે વરસાદી પાણીની સમસ્યા કરતા ગટરનું આવતું પાણી વધારે તકલીફ આપે છે. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને તેનો સામનો કરવો પડે છે. પીવા માટે પણ તેમની પાસે પાણી નથી હોતું તેવી વાત તેમણે જણાવી હતી.. આજે તો તે વાતને ઘણા દિવસો વિતી ગયા છે પરંતુ તેમની સમસ્યાનો નિકાલ નથી આવ્યો.. 



ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો!

આટલા દિવસો બાદ ધારાસભ્યને આ વિસ્તાર યાદ આવ્યો અને તે સ્થાનિકો સાથે મુલાકાત કરવા ગયા.. ધારાસભ્ય બાબુદાસ પટેલ સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. ભાજપનેતાએ રેનબસેરામાં રહેવાની સુવિધા અને ફૂડ પેકેટ મળી જશે એવું કહેતાં જ લોકોએ નેતાઓનો ઊધડો લીધો હતો. સ્થાનિકોએ કહ્યું કે તે માત્ર ફોટા પડાવવા માટે આવ્યા છે તેમના માટે નથી આવ્યા.. સ્થાનિકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે અનેક ધારાસભ્યોને આવા વિરોધનો સામનો કરવો પડ્યો છે... વડોદરાથી અનેક દ્રશ્યો આવા સામે આવ્યા છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?