થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યા હતા. જે બાદ થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા હતા. આ કેસને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી ત્યારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. મિલન ઘૂઘાભાઈ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યો છે.
પરીક્ષા દીઠ મિલન બારૈયા લેતો હતો 25 હજાર રૂપિયા!
અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગર પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધીમાં 6 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આજે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તેનું નામ છે મિલન ઘૂઘાભાઈ બારૈયા. સાત પરીક્ષામાં મિલન બારૈયા ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. અને એક પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા લેતો હતો.
આ પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બની મિલને આપી છે પરીક્ષા!
ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.
આ પહેલા 6 આરોપી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી
મહત્વનું છે જ્યારથી આ ડમી કાંડ સામે આવ્યો છે ત્યારથી એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે આની પહેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મિલન બારૈયાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે આવનાર સમયમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહી.