ડમીકાંડમાં વધુ એક આરોપીની થઈ ધરપકડ! મિલન બારૈયાને ડમી ઉમેદવાર બનાવી અપાવી આ પરીક્ષા! જાણો કેટલા આરોપી છે પોલીસની પકડથી દૂર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-15 12:24:46

ડમીકાંડ મામલે રોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે તો અનેક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે ડમી કાંડ મામલે ભાવનગર એસઓજીને મોટી સફળતા મળી છે. ડમીકાંડમાં કાર્યવાહી કરતા ભાવનગર એસઓજીએ પીપરલાના ભાવેશ રમેશભાઈ જેઠવાને પકડી લીધો છે. 23 વર્ષના ભાવેશ રમેશભાઈ મજૂરી કરે છે..


ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયાને બેસાડ્યો હતો!

જો ભાવેશ રમેશભાઈ જેઠવાના કાંડની વાત કરીએ તો ગયા વર્ષે પશુધન નિરીક્ષકની પરીક્ષામાં રૂપિયા આપીને સરતાનપરના મિલન બારૈયાને પરીક્ષા આપવા બેસાડ્યો હતો. 26 માર્ચ 2022ના લેવાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં ભાવેશ જેઠવાએ મિલન ઘુઘા બારૈયાને ડમી તરીકે બેસાડ્યો હતો. ભાવેશ જેઠવાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સિવાય ડમી કૌભાંડમાં ચાર આરોપીના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દીધા છે...


ડમીકાંડ મામલે હજી સુધી પકડાયા 43 કૌભાંડીઓ!

ડમીકાંડની વાત કરીએ તો દાયકાથી આ કૌભાંડ ચાલુ હતુ અને સરકારને આની જાણ પણ ના હતી. ભાવનગર પોલીસે ઈચ્છાશક્તિ દાખવીને કામ કર્યું તો ખબર પડી કે આ તો નાનું સૂનું કૌભાંડ નથી. આના મૂળિયા તો ઉંડે સુધી વ્યાપેલા છે.. ત્યારે ભાવનગર પોલીસે કાર્યવાહી કરીને અનેક આરોપીઓને પકડી પાડ્યા છે. ડમીકાંડ પ્રકરણને એક મહિના માથે દસ દિવસ થઈ ગયા છે.. આરોપીઓની વાત કરીએ તો ભાવનગર એસઓજી અને એસઆઈટીએ અત્યાર સુધીમાં 43 કૌભાંડીઓને પકડી પાડ્યા છે.


અનેક કૌભાંડીઓ હજી પણ પોલીસની પકડથી દૂર!

આ વાત માત્ર એક જગ્યા પૂરતી સીમિત નથી. પરંતુ સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓ બનતી હશે. આ મામલા સાથે સંકળાયેલા અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. જો મામલે તપાસ કરવામાં આવે તો અનેક નામો સામે આવી શકે છે. જો આ લોકો પણ પકડાશે તો વધારે નામ ખુલશે. જો કે આ એક જિલ્લા પૂરતી જ વાત નથી. રાજ્યભરમાં આ સડો ઘૂસેલો છે. પોલીસ વધારે કડક કાર્યવાહી કરશે તો વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે. પરંતુ અનેક આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...