Ahmedabad : Iskon Bridge પર સર્જાયો વધુ એક અકસ્માત, બેફામ રીતે આવી રહેલી ગાડીએ લીધો રાહદારીનો ભોગ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-01 13:44:31

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યાં તો તે જ જગ્યા પર બીજો એક અકસ્માત સર્જાયો છે . એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા ત્યારે આ અકસ્માત 10 નહીં પરંતુ એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે. ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ રાહદારીને ટક્કર મારી છે અને અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે. આ અકસ્માતમાં બાઈક ચાલકને પણ ગાડીવાળાએ ટક્કર મારી હતી જેને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  


તથ્યકાંડ બાદ પોલીસે શરૂ કરી હતી મેગાડ્રાઈવ 

તથ્યકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. અમદાવાદમાં એક મહિના સુધી મેગા ડ્રાઈવ ચલાવી, કાયદાનો ભંગ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. જ્યારે અમદાવાદમાં પોલીસ દ્વારા ડ્રાઈવ ચાલી રહી હતી તે સમયે પણ અનેક લોકો એવા હતા જે કાયદાનો ભંગ કરી ગાડી ઓવરસ્પીડમાં ચલાવતા હતા, ડ્રિંક કરી ડ્રાઈવ કરતા હતા, વગેરે વગેરે... એ સમયે પોલીસની ડ્રાઈવને જોતા લાગતું હતું કે અકસ્માતોની સંખ્યા પર અંકુશ આવી જશે. લોકોમાં કાયદાનો ડર રહેશે, ઓવરસ્પીડમાં ગાડી ચલાવતા પહેલા લોકો વિચાર કરશે પરંતુ ના, કંઈ જ નથી બદલાયું. તથ્યકાંડમાંથી પણ લોકો નથી શિખ્યા કે ઝડપીની મજા બીજા માટે મોતની સજા બનતી હોય છે. મેગા ડ્રાઈવ બાદ પણ પોલીસનો  અને કાયદાનો ડર લોકોને ન હોય તેવું લાગી રહ્યું છે. 


ઈસ્કોન બ્રિજ પર સર્જાયો વધુ એક અકસ્માત

તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એટલા માટે યાદ કરવો છે કારણ કે ઈસ્કોન બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં એક રાહદારીનું મોત થઈ ગયું છે. ગુરૂવાર રાત્રે અકસ્માત સર્જાયો છે અને જે વ્યક્તિનું આ ઘટનામાં મૃત્યુ થયું છે તેમનું નામ યતેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે અને તે ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને કારચાલક કોણ હતો, અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસની શરૂઆત પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...