અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારજનોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર બન્યો છે. ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા છે. જે લોકોના મોત થયા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દર્દીના બે સગા છે. મળતી માહિતી અનુસાર બે મહિલાના મોત આ ઘટનામાં થયા છે.
ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો અકસ્માત
દર્દીઓની સુરક્ષા માટે એમ્બ્યુલન્સ અનેક વખત લાભકારી સાબિત થતી હોય છે. એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોના જીવ બચ્યા હશે કારણ કે તે સમયસર દર્દીને હોસ્પિટલ પહોંચાડે છે અને દર્દીને સારવાર મળતી હોય છે. પરંતુ એક ચોટીલા- રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. હાઈવે પર અનેક વખત જોવા મળતું હોય છે કે વાહનો બેફામ બની ચલાવતા હોય છે. જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે બીજાના ભૂલની સજા બીજાને ભોગવવી પડતી હોય છે. અકસ્માત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.
દર્દીનો થયો આબાદ બચાવ પરંતુ...!
ત્યારે જે અકસ્માત ચોટીલા-રાજકોટ હાઈવે પર સર્જાયો છે તેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી તેવી માહિતી સામે આવી છે. આ ટક્કરમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે જેમાં બે મહિલાઓનો તેમજ એમ્બ્યુલન્સ ચાલકનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર ચોટીલાના દર્દીની તબિયત ખરાબ થઈ જતા તેમને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક સાથે ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ. મહત્વનું છે કે આ ઘટનામાં દર્દીનો આબાદ બચાવ થયો છે.