અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અમદાવાદના ઈસ્કોન અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના રખિયાલમાં બની છે. રખિયાલમાં બીઆરટીએસ રૂટ પર એક્ટિવા ચાલક વાહન ચલાવી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસની અડફેટે વાહન ચાલક આવી ગયા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું.
બીઆરટીએસ બસ સાથે થઈ વાહનચાલકની ટક્કર
રાજ્યમાં અકસ્માતોની અનેક ઘટનાઓ બની રહી છે. પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ સતત અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રખિયાલ નજીક સર્જાયો છે. બીઆરટીએસ કોરિડોરમાં પટેલ મિલ પાસે ટુ-વ્હીલર ચાલક બીઆરટીએસ બસની અડફેટે આવી ગયા છે. ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.
સારવાર દરમિયાન યુવકનું થયું મોત
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચાંદખેડામાં મૃતક રહેતા હતા અને કામ અર્થે રખિયાલ જતા હતા. બપોરના સમયે રખિયાલ પટેલ મિલ બીઆરટીએસ કોરિડોરમાં યુવક ફૂલ સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતા. ફૂલ સ્પીડમાં જતા એક્ટિવા ચાલકની સામે બીઆરટીબસ આવી. સ્ટેરિંગ પર યુવક કંટ્રોલ કરી શક્યો નહીં અને બંને વચ્ચે ટક્કર થઈ ગઈ. મળતી માહિતી અનુસાર મૃતકનું નામ પાર્થ છે. અકસ્માતને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. પરંતુ આ અકસ્માતના બીજા પાસાની વાત કરીએ તો પાર્થને પણ દોષી મનાય કારણ કે તે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવતો હતો.