પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત, જાણો ગુજરાતના કયા અધિકારીના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-01-25 11:13:00

આવતી કાલે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે. વાત કરીએ તો વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ ,અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવ્યો છે. 

ગૃહમંત્રાલયે નામ અંગેની કરી જાહેરાત!   

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા કર્મચારીઓને એનાયત કરવામાં આવતા વીરતા પુરસ્કારોના નામ અંગેની જાહેરાત કરી છે. તે ઉપરાંત સેવા ચંદ્રકોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. આજે એટલે કે ગુરૂવારે આ અંગેની માહિતી બહાર પાડવામાં આવી છે. સુરક્ષાકર્મીઓને સેવાઓ માટે સન્માનિત કરવામાં આવશે. મહત્વનું છે કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં ફાયર સર્વિસ, પોલીસકર્મી, હોમગાર્ડ તેમજ સિવિલ ડિફેન્સ સર્વિસ આપનાર કર્મીઓનો સમાવેશ છે. 

Gallantry Awards: આ વર્ષે 1132 જવાનોનું સન્માન કરવામાં આવશે, ગુજરાતનાં 17 પોલીસ કર્મચારીઓને મળશે મેડલ

કોના કોના નામની કરાઈ જાહેરાત?

જે વિગતો સામે આવી છે તે પ્રમાણે કુલ 1,132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે તેમાં પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કાર્યો કરનારનો સમાવેશ છે. ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે.  તે ઉપરાંત ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, છત્તીસગઢના કર્મચારી તેમજ અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. ગુજરાતના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે.  



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.