આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે માલહાની તેમજ જાનહાની થતી હોય છે. થોડા દિવસ પહેલા જામનગરમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગી હતી. ત્યારે ફરી એક આગ લાગવાની ઘટના અંકલેશ્વરમાં બની છે. જીઆઈડીસીમાં આવેલી એક પેકેજિંગ કંપીનામાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગને કાબુમાં લાવવા માટે તૈયારી હાથ ધરી હતી.
આગ લાગવાને કારણે સર્જાયો અફરા તફરીનો માહોલ
ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પેકેજિંગ કંપનીમાં આગ લાગવાને કારણે કોઈનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આગ એટલી ભયંકર હતી કે પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલી કંપની પણ આગની લપેટમાં આવી ગઈ. મહત્વનું છે કે આવી ઘટનામાંઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.