ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યાકાંડે લોકોમાં રોષનો માહોલ ઉભો કરી દીધો છે. ગુસ્સામાં લોકોએ બદ્રીનાથ હાઈવે પર જામ લગાવી દીધો હતો. રવિવારે અંકિતાના અંતિમ સંસ્કારની વાત કરવામાં આવી રહી હતી પરંતુ હુ સુધી તેના પરિજનોએ કોઈ તૈયારી નથી દર્શાવી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અંકિતાના પિતા સાથે ફોન પર વાત કરી હતી. મુખ્યમંત્રીએ સરકાર તરફથી પૂરા સાથનું સમર્થન આપ્યું હતું. પહેલા અંકિતાનો પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર હતા તેવા સમાચાર આવ્યા હતા ત્યાર બાદ મામલો બગડતા પરિવાર અંતિમ સંસ્કારની મનાહી કરી દીધી હતી.
અંકિતાના સમર્થનમાં જનસમર્થન
ઉત્તરાખંડનું જનસમર્થન પણ અંકિતાના પરિવાર સાથે દેખાઈ રહ્યા છે. આક્રોષિત થઈ લોકોએ નેશનલ હાઈવે 125 પર જામ લગાવી દીધો હતો. લોકોએ હાઈવે જામ કરી અંકિતાના સમર્થનમાં અને તેને ન્યાય મળે તેવા નારા લગાવ્યા હતા.
અંકિતાના અંતિમ સંસ્કાર માટે રખાઈ શરત
અંકિતાના અંતિમ સંસ્કાર મામલે સમાચાર મળી રહ્યા છે કે એઈમ્સથી ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરી શકાય. જનસમર્થને પોતાની વાત સામે રાખી હતી કે જ્યાં સુધી અંકિતાનો મૃતદેહ નથી આવતો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે.
અંકિતા 18 સપ્ટેમ્બરથી ગાયબ હતી અને ત્યારથી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમમાં અંકિતાનું મોત ડૂબવાથી થયું હોવાનો થયો હતો ખુલાસો.