અંજુ છ મહિના પછી સ્વદેશ પરત ફરી, પાકિસ્તાનમાં નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા બાદ બની ગઈ છે ફાતિમા


  • Published By :
  • Published Date : 2023-11-29 18:59:29

રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. તેની એક તસવીર પણ સામે આવી છે. તે વાઘા બોર્ડર થઈને પરત ફરી છે. તે લગભગ છ મહિના પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી હતી. શરૂઆતમાં એવું કહેવાતું હતું કે તે ત્યાં માત્ર ફરવા ગઈ હતી, પરંતુ પછી તેણે તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા હતા. ભારત પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ અંજુની પૂછપરછ કરી હતી. આ પછી તેને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવી હતી. અહીંથી તેને દિલ્હીની ફ્લાઈટમાં બેસાડવામાં આવી હતી. આ ફ્લાઈટ રાત્રે 10 વાગ્યે દિલ્હી પહોંચશે. તે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી આવશે.


શું અંજુ ભારતમાં જ રહેશે? 


અંજુ કાયમ માટે ભારત પાછી આવી છે કે પાકિસ્તાન પાછી જશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ નથી થયું. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની મીડિયામાં નસરુલ્લાહનો એક ઈન્ટરવ્યુ છપાયો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તે પોતે અંજુને વાઘા બોર્ડર પર મૂકવા આવશે. અહીં ભારતમાં તે તેના બાળકોને મળશે. જો બાળકો અંજુ સાથે પાકિસ્તાન આવવા માંગતા હોય તો તેઓ આવી શકે છે. પરંતુ જો તેઓ ભારતમાં જ રહેવા માંગતા હોય તો તે તેમની મરજી છે. નસરુલ્લાએ કહ્યું હતું કે અંજુ માત્ર તેના બાળકો માટે ભારત આવી છે, કારણ કે તે તેના બાળકોને ખૂબ જ યાદ કરતી હતી. પરંતુ હવે આ બધા પર અંજુ શું કહે છે તે જોવું રહ્યું.


ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન પહોંચી હતી


ઉલ્લેખનિય છે કે અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી હતી. તે ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ફરવા ગઈ હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તે ખૈબર પખ્તુનખ્વામાં રહેતા નસરુલ્લાને મળવા ગઈ હતી. વાસ્તવમાં નસરુલ્લા અને અંજુ વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. વર્ષ 2020માં અંજુ અને નસરુલ્લાની મુલાકાત ફેસબુક પર થઈ હતી. પાકિસ્તાન ગયા પછી અંજુએ નસરુલ્લા સાથે લગ્ન પણ કર્યા. અંજુ અને નસરુલ્લાના લગ્નની તસવીર પણ સામે આવી હતી.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.