અંજૂના પાકિસ્તાની મિત્રનો મોટો ખુલાસો 'તેની સાથે લગ્નનો કોઈ ઈરાદો નથી, 20 ઓગસ્ટએ ભારત આવશે'


  • Published By :
  • Published Date : 2023-07-24 19:03:07

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. હવે આવી જ એક અન્ય લવ સ્ટોરી ભારતની અંજૂ નામની પરિણીત મહિલાની પણ છે, અંજૂ તેના પાકિસ્તાની મિત્રને મળવા માટે ગઈ છે. અંજૂ વૈધ તેના પાકિસ્તાની મિત્ર નસરૂલ્લાએ મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉપરી દિર જિલ્લામાં પહોંચી ત્યારે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. અંજૂને ઉપરી દિર જિલ્લા માટે 30 દિવસના વિઝિટ વિઝા મળ્યા છે. જો કે હવે આ મામલે અંજૂના પાકિસ્તાની મિત્રનું નિવેદન આવ્યું  છે જે મુજબ તેણે અંજૂ સાથે પ્રેમ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. 29 વર્ષીય નસરુલ્લાનું કહેવું છે કે તેમનું 34 વર્ષીય અંજૂ સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.


વર્ષ 2019માં થઈ હતી ફેશબુક પર દોસ્તી


અંજૂનો જન્મ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં થયો છે, અને તે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજૂની 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર પણ છે. નસરૂલ્લા અને અંજૂની દોસ્તી વર્ષ 2019માં ફેશબુક દ્વારા થઈ હતી. પેશાવરથી લગભગ 300 કિમી દુર કુલ્સો ગામથી ફોન પર વાતચીત દરમિયાન નસરૂલ્લાને કહ્યું કે " અંજૂ પાકિસ્તાન આવી છે અને અમારી લગ્ન કરવાની કોઈ યોજના નથી, તેમણે કહ્યું કે તે 20 ઓગસ્ટે વીઝાની સમય મર્યાદા પુરી થયા બાદ ભારત પરત ફરશે. અંજૂ મારા ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે જ બીજા રૂમમાં રહે છે."


અંજુ સાથે માત્ર દોસ્તી, કોઈ લવ એન્ગલ નથી- નસરુલ્લા


નસરુલ્લા શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે. તેણે સ્થાનિક અધિકારીઓને આપેલા એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની મિત્રતામાં કોઈ લવ એન્ગલ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે. એફિડેવિટ મુજબ તે ઉપર દીર જિલ્લાની બહાર પણ નહીં જાય. જિલ્લા પોલીસ અધિકારી મુશ્તાકે જણાવ્યું હતું કે, "વિઝા દસ્તાવેજો મુજબ, તે 20 ઓગસ્ટે પરત ફરશે."


નસરુલ્લાએ કહ્યું કે જિલ્લા પ્રશાસને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડી છે અને અંજુ તેના પરિવાર સાથે સુરક્ષિત છે. પશ્તુન પ્રભુત્વ ધરાવતા ગામના લોકો ઇચ્છે છે કે અંજુ સુરક્ષિત રીતે ભારત પરત ફરે કારણ કે તેઓ ઇચ્છતા નથી કે આ ઘટનાથી તેમના સમુદાયની બદનામી થાય. રાજસ્થાનના રહેવાસી અંજુના પતિ અરવિંદે આશા વ્યક્ત કરી છે કે તેમની પત્ની જલ્દી પરત આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?