પતિ અને બે બાળકોને છોડી પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચેલી અંજુ મીડિયામાં છવાઈ, જાણો તેણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-26 21:20:22

પાકિસ્તાનની સીમા હૈદરની ચર્ચા ભારતીય મીડિયામાં ચાલી તે જ રીતે ભારતની અંજુ વિશે પણ પાકિસ્તાનમાં ચર્ચા ચાલી રહી છે. વિગતવાર વાત કરીએ સીમાની જેમ પ્રેમમાં સરહદ પાર કરનાર અંજુ વિશે પાકિસ્તાનમાં શું ચર્ચા ચાલી રહી છે. ભારતની અંજુ હાલ પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી છે અને તે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના અપર દીરમાં પહોંચી છે. ભારતની ટીવી મીડિયા સીમાના ઈન્ટરવ્યૂ લઈ રહ્યું હતું તે જ પ્રકારે પાકિસ્તાનની મીડિયા અંજુના ઈન્ટરવ્યૂ લઈ રહ્યું છે. એક પાકિસ્તાની ટીવીએ ઈન્ટરવ્યૂ લીધું જેમાં અંજુ કહી રહી છે કે તેનો પરિવાર તેના બાળકોને હેરાન ન કરે. જો કે તેણે તમામ ભારતવાસીઓને પણ કહ્યું છે કે તેમના પરિવારને અને તેમના પતિને બદનામ ન કરે. પાકિસ્તાનના અમુક અધિકારીઓ કહી રહ્યા છે કે અંજુએ નસરુલ્લા સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લગ્ન કરી લીધા છે અને તે ઈસ્લામ ધર્મમાં આવી ગઈ છે. હવે અંજુનું નામ ફાતિમા રાખી દેવામાં આવ્યું છે. અલગ અલગ મીડિયા પણ અલગ અલગ વાતો કરી રહ્યું છે. પાકિસ્તાની વેબસાઈડ ધ ન્યૂઝ કહી રહ્યું છે ભારતીય મહિલાએ પાકિસ્તાની દોસ્ત સાથે લગ્ન કરી લીધા છે. અમુક વેબસાઈટ કહી રહી છે કે અંજુ અને નસરુલ્લાએ અપર દીરની એક અદાલતમાં મંગળવારે લગ્ન કરી લીધા છે. પાકિસ્તાન ટુડેએ લખ્યું છે કે ભારતીય મહિલાએ પાકિસ્તાની દોસ્ત સાથે લગ્ન કરી લીધા છે અને અંજુએ ઈસ્લામ સ્વીકારી લીધો છે. તો ચાલો આપણે જાણીએ કે પાકિસ્તાની મીડિયા અંજુ વિશે શું લખી રહ્યું છે. 


એક્સપ્રેસ ટ્રિબ્યુન


એક પાકિસ્તાની સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યુન કહી રહ્યું છે કે અંજુ ઈસાઈ હતી અને હવે મુસ્લીમ થઈ ગઈ છે. આ સમાચાર પત્રના રિપોર્ટરે અંજુ સાથે વાત કરી તો અંજુએ કહ્યું છે કે હું અહીં વિઝા મારફતે આવી છું અને કાયદેસર રીતે આવી છું. વિઝા લેતા મને ત્રણ વર્ષ લાગી ગયા છે. હું અહીં સુરક્ષિત છું અને ખુશ છું. નસરુલ્લાના પરિવારે મને જેટલી આશા હતી એનાથી વધારે માન આપ્યું છે. ભારતીય મીડિયાએ મારા પરિવારને હેરાન ન કરવો જોઈએ, હું જલ્દી જ ભારત આવીશ. 


ધ ન્યૂઝ


ધ ન્યૂઝ નામની ઈન્ટરનેશલ વેબસાઈટે લખ્યું છે કે અમુક દિવસ પહેલા પાકિસ્તાનની મહિલા સરહદ પાર કરીને પ્રેમીને મળવા પહોંચી હતી જ્યાં ભારતીય એજન્સીએ તેને હેરાન કરી હતી. અંજુની તપાસ કરી લેવામાં આવી છે, તેને હેરાન નથી કરવામાં આવી. 


ધ નેશન  


પાકિસ્તાની વેબસાઈટ ધ નેશને લખ્યું છે કે પૂરા પાકિસ્તાનમાં ભલે કહેવામાં આવતું હોય કે નસીરુલ્લા અને સીમાએ લગ્ન કરી લીધા પરંતુ નસીરુલ્લાએ લગ્ન કર્યા કે નહીં તેવું તેને પૂછવામાં આવ્યું તો તેણે ના પાડી હતી. 


બીબીસી પાકિસ્તાન 


બીબીસી પાકિસ્તાન કહી રહ્યું છે કે જ્યારે અમે અંજુ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું છે કે મને ઈસ્લામ સ્વીકારવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. જો કે તે લગ્ન કરવા માટે ઈસ્લામ સ્વીકારવાના હકમાં નથી તેવું પણ જણાવ્યું હતું. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.