દરેક સમાજ સમયાંતરે પોતાના સમાજમાં બદલાવ લાવવા અનેક નીતિ નિયમો લાવતા હોય છે. સમાજમાં ચાલતી કુપ્રથાઓ તેમજ રીતિ રિવાજોમાં ફેરફાર કરવા સમાજો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ધાનેરામાં આંજણા ચૌધરી સમાજની મિટીંગ મળી હતી. જેમાં સમાજમાં સુધારણા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં 23 જેટલા સુધારણા કરવામાં આવ્યા છે. પરંતુ એક સુધારો એવો છે જેને લઈ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. સુધારણામાં યુવાનો દ્વારા રાખવામાં આવતી ફેશનેબલ દાઢીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કોઈ યુવક ફેશનેબલ દાઢી રાખશે તો તેને દંડ કરવામાં આવશે.
ફેશનેબલ દાઢી રાખશો તો થશે 51 હજારનો દંડ
કહેવાય છે સમય સાથે બદલાવું જરૂરી છે. એ પછી માણસ હોય કે સમાજ હોય. જો સમય સાથે બદલાવ કરવામાં નથી આવતો તો સમાજમાં અનેક કુપ્રથાઓ ઘર કરી જતી હોય છે. સમાજમાં રહેલી કુપ્રથાઓ તેમજ સામાજીક સુધારણા લાવવા સમાજોની બેઠક મળતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં આંજણા ચૌધરી સમાજની બેઠક મળી હતી. જેમાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા હતા. બેઠકમાં 23 જેટલા સુધારા કરવામાં આવ્યા છે. યુવાનોમાં દાઢી રાખવાનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે દાઢીને લઈ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ યુવાનોએ ફેશનેબલ દાઢી રાખવી નહીં. જો ફેશનેબલ દાઢી રાખશો તો 51 હજાર સુધીનો દંડ ભરવો પડશે.
સમૂહ લગ્ન અંગે પણ મિટિંગમાં કરાઈ ચર્ચા
દાઢીના નિર્ણય ઉપરાંત અનેક સુધારણા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન અનેક વખત લાખોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે સમાજમાં પ્રથમ સમૂહ લગ્ન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દીકરાનો જમણવાર પાટના દિવસે કરી દેવો. પાટના સમયે દિકરીને 1100થી વધારે રૂપિયા ન આપવા તેવી વાતને મંજૂર કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમીટેડ ફોડવા, લગ્નમાં ડી.જે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભોજન સમારોહમાં પૌષ્ટિક જમવાનું બનાવું સહિતના નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જમાવટની ટીમે કરી સમાજના અગ્રણી સાથે કરી વાત
આ મિટિંગમાં લેવાયા અનેક નિર્ણય સામાન્ય રીતે સમજી શકાય તેવા હતા. પરંતુ ફેશનેબલ દાઢીની વ્યાખ્યા કેવી હોય તે અંગે સ્પષ્ટતા કરવા જમાવટની ટીમે સમાજના અગ્રણી સાથે વાત કરી હતી. જાણો સમાજના અગ્રણીએ આ મામલે શું કહ્યું...