ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન અનિલ એન્ટનીએ કહ્યું કે એક ભારતીય યુવા તરીકે મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના PM મોદીના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે.
BBC ડોક્યુમેન્ટ્રી પર ઉઠાવ્યા હતા સવાલ
અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ BBC ડોક્યુમેન્ટ્રી સામે આવ્યા બાદ અનિલ એન્ટની કોંગ્રેસના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા. અનિલે સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું, જે પછી ઘણા કોંગ્રેસી નેતાઓએ તેમની ટીકા કરી. આ પછી અનિલ એન્ટનીએ પોતાના તમામ પદ છોડી દીધા.
Shri @anilkantony joins BJP in presence of Shri @PiyushGoyal at party headquarters in New Delhi. #JoinBJP https://t.co/yQXskBy8JM
— BJP (@BJP4India) April 6, 2023
ડોક્યુમેન્ટરી દેશની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશેઃ અનિલ એન્ટની
Shri @anilkantony joins BJP in presence of Shri @PiyushGoyal at party headquarters in New Delhi. #JoinBJP https://t.co/yQXskBy8JM
— BJP (@BJP4India) April 6, 2023એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ ભાજપને સમર્થન આપતાં કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓ પર બ્રિટિશ બ્રોડકાસ્ટરના મંતવ્યો રજૂ કરવાથી દેશની સાર્વભૌમત્વને નુકસાન થશે. તેમણે કહ્યું, 'ભાજપ સાથે મોટા મતભેદો હોવા છતાં, મને લાગે છે કે તેઓ (ભારતમાં) પૂર્વગ્રહોનો લાંબો ઈતિહાસ ધરાવતી રાજ્ય પ્રાયોજિત ચેનલ (ભારતની) બીબીસી જે મંતવ્યો ધરાવે છે, તે આપણા સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે.