અનિલ અંબાણીએ અદાણી પર 13,400 કરોડનો દાવો માડ્યો, કરાર ભંગનો લગાવ્યો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:20:20

અનિલ અંબાણી ગ્રૃપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે અદાણી ટ્રાન્સમિશન સામે રૂ. 13,400 કરોડનો દાવો ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં  દાખલ કર્યો છે. આ કેસ મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, 9 સપ્ટેમ્બરના રોજ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આર્બિટ્રેશનના દાવામાં કહ્યું હતું કે ડિસેમ્બર 2017માં શેર ખરીદી કરારની શરતોનું અદાણી ટ્રાન્સમિશન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તે સમયે મુંબઈ પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા અદાણી ટ્રાન્સમિશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

 

અંબાણી-અદાણી વચ્ચે વિવાદ શું છે?


અદાણી ગ્રુપે 2017માં રૂ. 18,800 કરોડના સોદામાં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાનો મુંબઈ વીજળી બિઝનેસ હસ્તગત કર્યો હતો, જેમાં ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશનનો સમાવેશ થતો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા રિલાયન્સ એનર્જી તરીકે ઓળખાતી હતી. રિલાયન્સ એનર્જીએ મુંબઈના 30 લાખ ગ્રાહકોને વીજળી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. આ ડીલનો હેતુ રિલાયન્સ ઈન્ફ્રાનું રૂ.15,000 કરોડનું દેવું ઘટાડવાનો હતો. ગૌતમ અદાણીની કંપની સાથેની ડીલ બાદ રિલાયન્સ ઈન્ફ્રા પાસે રૂ. 3000 કરોડની સરપ્લસ આવી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે અદાણી ટ્રાન્સમિશનએ રિલાયન્સ ઈન્ફ્રા સાથે કરવામાં આવેલા સોદાનું કેવી રીતે ઉલ્લંઘન કર્યું છે. આ ડીલથી અદાણી ગ્રુપને પાવર ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં પગ જમાવવામાં મદદ મળી હતી. આ પછી અદાણી જૂથ પાવર ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન માટે પ્રખ્યાત બન્યું. હાલમાં અદાણી ટ્રાન્સમિશન ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.