અનિલ અંબાણીની આ નાદાર કંપનીમાં બેંકોના ફસાયા 24 હજાર કરોડ, હિન્દુજાએ ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2023-03-26 15:26:08

અનિલ અંબાણીની નાદાર રિલાયન્સ કેપિટલમાં બેંકોના 24,000 કરોડ રૂપિયા ફસાયા છે. પરંતુ તેમ છતાં હાલમાં તેમની સમસ્યાઓનો ઉકેલ આવતો હોય તેવું જણાતું નથી. હિન્દુજા ગ્રૂપે ડિસેમ્બરમાં તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરી હતી. પરંતુ હવે તેણે તેમાંથી પીછેહઠ કરી છે. તેણે બેંકોને કહ્યું છે કે તે આટલી મોટી ઓફર કરી શકશે નહીં. પ્રથમ હરાજીમાં ટોરેન્ટે સૌથી વધુ બોલી લગાવી હતી. ટોરેન્ટે રૂ. 8,640 કરોડ અને હિન્દુજાએ રૂ. 8,110 કરોડની બિડ કરી હતી. આ પછી હિન્દુજાએ તેની બોલી વધારીને 9,000 કરોડ રૂપિયા કરી દીધી. જેના કારણે હરાજીનો બીજો રાઉન્ડ થયો હતો. જેને ટોરેન્ટે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી.


રિલાયન્સ કેપિટલનું મૂલ્ય ઘટ્યું


રિલાયન્સ કેપિટલના કેટલાક ધિરાણકર્તાઓએ શુક્રવારે ટોરેન્ટ ગ્રૂપ અને હિન્દુજા ગ્રૂપ સાથે બેઠક કરી હતી. આમાં હિન્દુજાએ કહ્યું કે તેની 8,110 કરોડ રૂપિયાની મૂળ બિડને ધ્યાનમાં લેવી જોઈએ. હિન્દુજાએ ચેલેન્જ મિકેનિઝમ હેઠળ તેની બિડ વધારી હતી. તેનાથી બેંકોને વ્યાજ ખર્ચના રૂપમાં મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં રૂ.5 લાખથી વધુના વીમા પ્રોડક્ટ્સ પર ટેક્સ લાદવામાં આવ્યો છે. આ કારણે રિલાયન્સ કેપિટલનું વેલ્યુએશન ખુબ ઘટ્યું છે. રિલાયન્સ કેપિટલ રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા અને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.


રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી


ટોરેન્ટની અપીલ પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલો ઓગસ્ટમાં સુનાવણી માટે આવશે. દરમિયાન, કોર્ટે બેંકોને સેકન્ડ ચેલેન્જ મિકેનિઝમ એટલે કે વાટાઘાટો માટે પરવાનગી આપી છે પરંતુ બધું ટોરેન્ટની અપીલ પરના અંતિમ આદેશ પર નિર્ભર રહેશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી બેંકો તેને અન્ય કોઈને આપી શકે નહીં. આ જ કારણ છે કે હવે કોઈ પણ બિડર આ જફામાં પડવા માંગતો નથી. આ સાથે જ એક પ્રકારે કંપનીની રિઝોલ્યુશન પ્રક્રિયા અટકી ગઈ છે. આ પ્રક્રિયા નવેમ્બર 2021માં શરૂ થઈ હતી.


કંપનીની નાદારી પ્રકિયા પુરી થશે?


રિલાયન્સ કેપિટલ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આમાં લગભગ 20 નાણાકીય સેવા કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. RBIએ 30 નવેમ્બર 2021 ના ​​રોજ ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું અને તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટે આ માટે સૌથી વધુ રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી. 2007માં પ્રકાશિત ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણીની કુલ સંપત્તિ 45 અબજ બિલિયન ડોલર હતી અને તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી મોટા અબજોપતિ હતા. પરંતુ આજે તેની કુલ સંપત્તિ શૂન્ય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?