ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક છે ત્યારે કુતિયાણા બેઠકને લઈને સમાચાર આવી રહ્યા છે કે છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. 2012માં તેઓ NCPમાં જોડાયા હતા. પરંતુ NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ NCPથી નારાજ હતા.
નવા સમીકરણો બનશે !
ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો પણ બનવાનું શરૂ થઇ ગયું છે. સૂત્રોના માધ્યમથી એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. કાંધલ જાડેજા BTPના મેન્ડેટ પર ચૂંટણી લડશે. કારણ કે NCPએ કુતિયાણાથી મેન્ડેટ ન આપવાની વાત કરી હતી,કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે.
અપક્ષથી પણ ભરી શકે છે ફોર્મ !
કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે NCPએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.