અહો આશ્ચર્યમ! શ્રીલંકાનો મેથ્યુઝ એક પણ બોલ રમ્યા વગર જ આઉટ થયો, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-06 20:09:20

ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં રોમાંચક મેચોની સાથે ઘણા વિવાદો સામે આવ્યા છે. દરમિયાન, સોમવારે (6 નવેમ્બર) એક ઐતિહાસિક વિવાદ પ્રકાશમાં આવ્યો છે. આ દિવસે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકન ખેલાડી એન્જેલો મેથ્યુસ વિચિત્ર રીતે આઉટ થયો હતો. ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. વાસ્તવમાં, અમ્પાયરે મેથ્યુઝને 'ટાઈમ આઉટ' જાહેર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઈ ખેલાડી આ રીતે 'ટાઇમ આઉટ' થયો હોય.


મેથ્યુઝને એક ભૂલ મોંઘી પડી


આ સમગ્ર ઘટના શ્રીલંકાની ઇનિંગ્સ દરમિયાન 25મી ઓવરમાં બની હતી. આ ઓવર બાંગ્લાદેશ ટીમના કેપ્ટન અને સ્પિનર ​​શાકિબ અલ હસને કરી હતી. શાકિબે સાદિરા સમરવિક્રમાને બીજા બોલ પર જ કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી એન્જેલો મેથ્યુસ આગામી બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવ્યો. પરંતુ આ દરમિયાન તેમનાથી કાંઈક ગડબડ થઈ ગઈ. મેથ્યુસ તેના માપનો હેલ્મેટ લાવી શક્યો ન હતો. ક્રિઝ પર આવીને, તેણે પેવેલિયન તરફ તેના સાથી ખેલાડીઓને બીજું હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો હતો. પરંતુ તે દરમિયાન શાકિબે ઓન-ફીલ્ડ અમ્પાયર પાસેથી 'ટાઇમ આઉટ' માટે અપીલ કરી હતી. વિડિયો જોઈને એવું લાગી રહ્યું હતું કે પહેલા મેદાન પરના અમ્પાયરે તેને મજાક માની હતી, પરંતુ શાકિબે ખુલાસો કર્યો કે તે ખરેખર અપીલ કરી રહ્યો છે.


146 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું  


બાંગ્લાદેશના કેપ્ટન શાકિબની 'ટાઇમ આઉટ' ની અપીલ બાદ બંને અમ્પાયરોએ મેદાન પર એકબીજા સાથે વાત કરી અને મેથ્યુઝને 'ટાઈમ આઉટ' જાહેર કર્યો હતો. આ રીતે શ્રીલંકાની ટીમે એક જ બોલ પર બે વિકેટ ગુમાવી દીધી હતી. અમ્પાયરના નિર્ણય બાદ મેથ્યુઝ નિરાશ થયો હતો અને તેને બોલ રમ્યા વગર જ મેદાન છોડવું પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેલાડીનો આ રીતે 'ટાઇમ આઉટ' થયો હોય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો 1877થી ટેસ્ટ ક્રિકેટ રમાઈ રહી છે. આ પછી ODI અને T20 ઇન્ટરનેશનલ ફોર્મેટ આવ્યા, પરંતુ ત્રણેય ફોર્મેટના 146 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેનને 'ટાઈમ આઉટ' કરવામાં આવ્યો છે.


'ટાઈમ આઉટ' નિયમ શું છે?


ક્રિકેટની રમતના સંરક્ષક મેરીલબોન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમ 40.1.1 અનુસાર, જો અમ્પાયર વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનની નિવૃત્તિ પછી જો અમ્પાયર ખેલ રોકતા નથી તો આવનારા નવા બેટ્સમેનને ત્રણ મિનિટમાં આગલો બોલ રમવા માટે તૈયાર થવું જોઈએ. જો નવો બેટ્સમેન આમ ન કરી શકે તો તેને આઉટ જાહેર કરવામાં આવે છે. તેને 'ટાઈમ આઉટ' કહેવામાં આવે છે. નિયમ 40.1.2 મુજબ, જો નવો બેટ્સમેન આ નિર્ધારિત સમય (3 મિનિટ)માં પિચ પર ન આવે, તો અમ્પાયર કાનુન 16.3 (અમ્પાયરો દ્વારા મેચનો પુરસ્કાર) ની પ્રક્રિયાને અનુસરશે. આના પરિણામે, ઉપરોક્ત નિયમની જેમ જ બેટ્સમેનને 'ટાઇમ આઉટ' જાહેર કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?