સરકાર સામે હવે આંગણવાડી કાર્યકરો મેદાનમાં, લઘુત્તમ વેતનની માંગ સાથે રાજકોટમાં ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:47:18

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી  રહી છે તેમ સરકાર સામે જનાક્રોશ વધી રહ્યો. રાજ્ય સરકાર સામે વિવિધ વર્ગનાં કર્મચારીઓ ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યનાં એક લાખ જેટલા આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી પડતર માગણીઓને લઈ આંદોલન કરી રહી છે. રાજકોટ જિલ્લાનાં હજારો આંગણવાડી કાર્યકરોએ આજે જિલ્લા પંચાયત કચેરી અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉમટી પડી હતી અને કમિશ્નર, ડીડીઓ, જિલ્લા પંચાયતના વિપક્ષનાં નેતાને મળીને લઘુતમ વેતન આપવા સહિતની માગણીને લઈને રોષભેર રજુઆત કરી હતી. 


રાજકોટમાં ઉમટી હજારો આંગણવાડી કાર્યકરો


સમગ્ર જિલ્લામાંથી આવેલી લગભગ ત્રણ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા ગાર્ડનમાં એકઠી થઈ હતી.  આંગણવાડી બહેનોએ એવો રોષ વ્યકત કર્યો હતો કે, અસહ્ય મોંઘવારીમાં ગુજરાત સરકાર માત્ર 7,800 રૂપિયાનું વેતન આપે છે જયારે હરિયાણામાં ભાજપ સરકાર  રૂ. 11000, મધ્યપ્રદેશમાં રૂ.11000 દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર રૂ.11500 વેતન આપે છે. ગુજરાતમાં અમને લઘુતમ વેતન આપવામાં આવે તેવી લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે પરંતુ સરકાર માત્ર ખોટા વાયદા જ આપે છે હવે સરકાર પરથી હવે ભરોસો ઉઠી ગયો છે.


મહિલા સશક્તિકરણની માત્ર વાતો 


આંગણવાડી વર્કરોએ સરકાર પર આરોપ લગાવ્યો હતો ભાજપ સરકાર માત્ર મહિલા સશકતિકરણની માત્ર વાતો જ કરે છે. રાજકોટ જિલ્લામાં સુપરવાઈઝર તરીકેનાં પ્રમોશન લાંબા સમયથી આંગણવાડી કાર્યકરોને અપાયા નથી આ મૂદે પણ ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરોએ પડતર માગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગરમાં પણ ધરણા સહિતનાં કાર્યક્રમો યોજાવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


જુના મોબાઈલ સરકારમાં પરત કરાશે


આંગણવાડી બહેનોને આંકડાકીય કામગીરી માટે વર્ષ 2019 માં મોબાઈલ સરકારે આપ્યા હતા. જો કે આ મોબાઈલ સારી કવોલીટીનાં ન હોવાથી ચાલતા જ નથી. મોબાઈલ શો પીસ  સમાન બની ગયા હોવાનો આંગણવાડી બહેનોએ  રોષ ઠાલવ્યો હતો. સરકાર સારી કવોલીટીનાં મોબાઈલ નહીં આપે તો જુના માોબાઈલ સરકારમાં પરત આપવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?